વિશ્વ આખાએ શારીરિક તંદુરસ્તીને સ્વીકૃતિ આપી છે. સૌ માને છે કે માનસિક ક્ષમતા વધારવી હશે તો શરીરનો પણ એટલો જ ખ્યાલ રાખવો પડશે. શરીરની કાળજી રાખવાનું અન્ય એક કારણ એ પણ છે કે વિશ્વનું કોઈપણ પ્રકારનું સુખ ભોગવવું હોય તો પ્રાથમિક જરૂરિયાત નિરોગી શરીર જ છે. એટલે જ ગુજરાતીમાં એક કહેવત પણ છે કે,”પહેલું સુખ તે જાતે નર્યા”.
આપણે બધા ઉપરની બાબતનો સ્વીકાર કરીએ છીએ, તેમ છતાં કમનસીબે અત્યારના સમયમાં શરીરની જેટલી કાળજી રાખવી જોઈએ એટલી રાખતા નથી. રમત-ગમત એ શરીર શૈષ્ઠવ જાળવણી માટેનું ઉત્તમ પાસું છે. એક જમાનો હતો, જયારે ગામ-શેરી-મહોલ્લા ના યુવાનોને શોધવા હોય તો રમતનાં મેદાન પર જવું પડતું. જ્યારે આજે બાળકો ટી.વી., મોબાઈલ અને ઈન્ટરનેટમાં એવા ગુંથાયા છે કે, શારીરિક શ્રમનો મહિમા જ ભુલતા જાય છે.
રમત-ગમત નું જીવનમાં અનોખું મહત્વ છે, દરેક વ્યક્તિના જીવનમાં એ ખુબ જરૂરી છે. ટીમ સ્પીરીટ, જીવનના પડકારોનો સામનો કરવાની સક્ષમતા, પ્રતિસ્પર્ધી સાથે પણ પ્રેમથી વ્યવહાર કરવો અને આગળ વધવાની જિજ્ઞાસા જેવા ગુણો રમતથી વિકસાવી શકાય છે, તેમજ રમત-ગમતથી શરીર પણ સ્વસ્થ અને નિરોગી રહે છે.
આ તમામ પાસાઓને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષે ખેલે ગુજરાત મહાનગરપાલિકા કક્ષાનો વિનામૂલ્યે કોચીંગ કેમ્પ યોજવામાં આવે છે. તે મુજબ આ વર્ષે પણ જિલ્લા રમત પ્રશિક્ષણ, જૂનાગઢ દ્વારા આ પ્રકારના કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી 06-05-2019 થી 15-05-2019 સુધી વિવિધ રમતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખો-ખો, વોલીબોલ, યોગા અને હેન્ડબોલ સહિતની રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રશિક્ષણ શિબિરમાં મહાનગરપાલિકા કક્ષાના 30 ભાઈઓ અને 30 બહેનો એમ કુલ મળીને 60 ખેલાડીઓ ભાગ લઈ શકશે. ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષા, ઝોન કક્ષા, જિલ્લા કક્ષાના વિજેતા અને પ્રતિભાશાળી ખેલાડીઓને જે તે સંસ્થા દ્વારા રમતમાં નિપુણતા ધરાવે છે તેવા કોચિંગ દ્વારા બાળકોને ટ્રેનિંગ આપવામાં આવશે.
આ સમર કેમ્પનું આયોજન જૂનાગઢ ખાતે કરવામાં આવશે. જેમાં ખો-ખો, યોગા અને હેન્ડબોલ જેવી રમતો સ્પોર્ટ્સ સંકુલ, ઝફર મેદાન, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે યોજાશે. જ્યારે વોલીબોલની રમત ડો. સુભાષ કન્યા વિદ્યાલય, જૂનાગઢ ખાતે યોજવામાં આવશે. વધુ વિગતો માટે નીચેના નંબર ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
9898199863/ 9033770013
અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.
Email Id: aapdujunagadh@gmail.com