પરીક્ષા શબ્દ અને તેની ભાવનાથી આપણો પરિચય છે જ તેમાં પણ બોર્ડની પરીક્ષાનો સમય એટલે અત્યંત મહત્વપૂર્ણ સમય.મહિનાઓની મહેનત અને તૈયારીનો ઉભરો માત્ર થોડીજ કલાકોમાં પરિક્ષાખંડમાં ઠલવાઈ જાય.આજે જ્યારે બોર્ડની પરિક્ષાને ગણતરીના દિવસોજ બાકી છે ત્યારે વિદ્યાર્થીઓએ પુનરાવર્તનને પ્રાધાન્ય આપવું જોઇએ. આ સમયે મનમાં હકારાત્મક અને પ્રેરણાત્મક વિચારસરણી હોવી જરૂરી છે.
- આત્મવિશ્વાસ: કહે છે,”અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી”. કોઈપણ કાર્ય માટે મનથી દ્રઢ નિશ્ચય કરીને મહેનત શરૂ કરવામાં આવે તો અડધી સફળતા ત્યાંજ મળી જાય છે ત્યારે પરીક્ષા સમયે વિદ્યાર્થીઓએ “હું કરી શકું છું.” આ વિચારને જ મનમાં રાખવો જોઈએ.આથી હકારાત્મક અભિગમ વધે છે. ઘણાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પહેલાં લેવામાં આવતી ટેસ્ટનાં કોઈ પેપરમાં મેળવેલ ઓછા ગુણને લીધે હતાશ થઈ જાય છે પરંતુ તેનેજ એક તક તરીકે ગણી તેજ વિષય પર વધુ મહેનત કરી, શિક્ષકો અને સહાધ્યાયીઓનું માર્ગદર્શન લઇ સારાં ગુણ પણ મેળવી શકાય છે. આ પ્રકારની ટેસ્ટનો હેતુ તમારા જસી તમને બોર્ડની પરીક્ષા માટે તૈયાર કરવાનો તથા તમારામાં તે પ્રત્યે સહજતાં કેળવવાનો હોય છે.
- સમયનું આયોજન: સમયનું આયોજન કરવું ખુબજ જરૂરી છે પછી એ એક દિવસ માટે હોય કે મહિનાઓ માટે. વાંચન પણ સમયના આયોજન પ્રમાણે કરવામાં આવે તો તેમાં મળતી નાની સફળતા પણ વિદ્યાર્થીના ઉત્સાહમાં વધારો કરે છે. સવારનો સમય વાંચનમાટે ઉત્તમ હોવાથી અઘરાં વિષયો અને પુનરાવર્તન માટે યોગ્ય રહે છે. સાંજનો સમય સરળ વિષયો તથા પ્રશ્નોત્તરીમાટે રાખવો જોઈએ.
- વ્યાયામ: તનાવ મુક્ત રહેવા માટે વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથે સાથે સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ જેવા વ્યાયામને પણ મહત્વ આપવું જોઇએ જે એકાગ્રતા અને કાર્યક્ષમતા વધારવામાં ઉપયોગી છે.
- આહાર અને આરામ : આ સમયે વિદ્યાર્થીઓએ પૌષ્ટિક આહાર લેવો જોઇએ અને જંક ફૂડથી દૂર રહેવું જોઈએ.ખાસકરીને પ્રવાહીનું સેવન કરવું જરૂરી છે. પૂરતી ઊંઘ લેવી જોઈએ તથા વાંચન દરમ્યાન થોડો વિરામ લઈ કરેલી મનગમતી ઇત્તર પ્રવૃત્તિ પણ તણાવ દૂર રાખવામાં ઉપયોગી છે.
આ ઉપરાંત નીચેની કેટલીક બાબતો વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડે છે.
-
-
- શું વાંચવું અને શું નહી તે માટે સતત શિક્ષકોનું માર્ગદર્શન મેળવવું.
- છેલ્લાં કેટલાંક વર્ષોનાં પ્રશ્ન પત્રો જોવા.
- પરીક્ષાના સમય દરમ્યાન ટી.વી.,મોબાઈલ જેવા સાધનોથી દૂર શાંત વાતાવરણમાં વાંચવું.
- અન્યની સાથે પોતાની સરખામણી કરવી નહીં.
- હકારાત્મક અભિગમ તમને વાંચેલું યાદ કરવામાં અને એકાગ્રતા કેળવવામાં મદદ કરે છે તો પોતાના પર વિશ્વાસ રાખી “જોઈ લઈશું આ બોર્ડની પરીક્ષાને” એવાં વલણ સાથે આપો પરીક્ષા.
-
All the best👍.
our official youtube channel – Youtube.com/aapdujunagadh
Also Read : ફરી એક દિવસમાં નવા 247 કેસ આવતા તા.27મી એપ્રિલ 8:30PM સુધીમાં કોરોનાના પોઝીટીવ કેસના આંકડા પહોંચ્યા આટલે…