ધનતેરસ નું દિવાળીના પર્વોની જેમજ ખાસ મહત્વ છે. પૌરાણિક શાસ્ત્રોનુસાર ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીનો જન્મ થયો હતો. સમુદ્ર મંથન વખતે ધન્વતરી પોતાની સાથે આયુર્વેદ અને અમૃત કળશ લઈને પ્રગટ થયાં હતાં. તેથીજ ભગવાન ધન્વંતરીને ઔષધીના પિતા તરીકે ઓળખાય છે તથા ધનતેરસને ‘ધન્વંતરી તેરસ’ તરીકે પણ ઓળખાય છે. ભારતીય આયુર્વેદ, યોગ અને નેચરોપેથી અને હોમિયોપેથી મંત્રાલય દ્વારા ધનતેરસને ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી, જે સૌપ્રથમ ૨૮, ઓક્ટોબર, ૨૦૧૬ ના રોજ ઉજવવામાં આવી હતી.
જૂનાગઢના દાણાપીઠ વિસ્તારમાં આવેલું પૌરાણિક મહાલક્ષ્મી માતાજીનું મંદિર જૂનાગઢના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. ધનતેરસની વહેલી સવારે અહીં શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને દર્શનાર્થે આવે છે. ધનતેરસના દિવસે શુભ નક્ષત્રોનો યોગ હોવાને લીધે જો ખરીદારી કરવામાં આવે તો આખું વર્ષ લક્ષ્મીજીની કૃપા રહે છે , જેથી લોકો સોના–ચાંદી તથા વાહનોની મોટા પ્રમાણમાં ખરીદી કરતાં હોય છે. જેથી કરીને આ સમયે સોની બજારોમાં ઘણી ભીડ જોવાં મળે છે.
ધનતેરસના પાવનપર્વ પર જો ‘શ્રીસૂક્ત’નો પાઠ તથા દાન–પુણ્ય કે યજ્ઞ–યાગાદી કરવામાં આવે તો તેનું અક્ષયફળ અવશ્ય પ્રાપ્ત થાય છે.
ધનતેરસ ના શુભ મુહૂર્ત
૦૫, નવેમ્બર, ૨૦૧૮ (સોમવાર) – ૦૬:૩૭ થી ૨૩:૪૬
શુભ ચોઘડિયા મુહૂર્ત
સવારે મુહૂર્ત (અમૃત) = ૦૬:૩૮ – ૦૮:૦૧
સવારે મુહૂર્ત (શુભ) = ૦૯:૨૪ – ૧૦:૪૭
સાંજે મુહૂર્ત (ચલ) = ૧૩:૩૩ – ૧૯:૨૦
રાત્રિ મુહૂર્ત (લાભ) = ૨૨:૩૪ – ૨૩:૪૬
Also Read : કાઠિયાવાડ ના લોકોનાં હૈયે અને હોઠે રમતાં પાત્રો ખાપરો’ને કોડિયો કોણ હતા? (ભાગ-1)