ચાલો જાણીએ ગિરનાર પર બિરાજેલા જૈન તીર્થંકર નેમિનાથજીના ગિરનાર પ્રયાણ વિષેની જાણી-અજાણી વાતો…

ગિરનાર

ગિરનાર પર્વતનું નામ આવતા જ જૂનાગઢવાસીઓના હૈયામાં એક અલગ લાગણી ઉભરાઇ આવે છે અને શું કામ ન ઉભરાય? આપણું જુનાગઢ અને આપણો ગરવો ગિરનાર બંને છે જ એવા જેના ગુણલા ગાવામાં ક્યારેય થાક ન લાગે, તો ચાલો આજે ફરી પાછા ગિરનારની ગાથા ગાઈએ અને તેની અમુક વાતો જણાવીએ…

ગિરનાર

આપણે જાણીએ જ છીએ કે, ગિરનાર તીર્થક્ષેત્ર એટલે હિન્દુ, મુસ્લિમ અને જૈન એમ ત્રણેય ધર્મોના ધર્મસ્થાનો ધરાવતું તીર્થક્ષેત્ર છે, ત્યારે ચાલો આજે વાત કરીએ જૈન ધર્મના ધર્મસ્થાન એવા ગિરનાર પર બિરાજેલ જૈન તીર્થંકર નેમિનાથજી વિષે.

ગિરનાર

નેમિનાથજી 22માં જૈન તીર્થંકર છે, જેમની ટૂક આપણાં ગિરનાર પર શોભાયમાન છે. નેમિનાથજી કઈ રીતે ગિરનાર પર બિરાજમાન થયા તેની પાછળ પણ એક લોકકથા રહેલી છે. કહેયાય છે કે, એક સમયે નેમિનાથજીના લગ્ન થતાં હતા અને તેમાં મહેમાનોને ભોજનમાં પીરસવા માટે પ્રાણીઓની હત્યા કરીને તેમને રાંધવામાં આવતા હતા. આ વસ્તુ નેમિનાથજી જીઓઈ ગયા અને તેમને વિચાર આવ્યો કે, મારા લગ્નની મીઝબાની માટે આ નિર્દોષ અને અબોલ પશુઓની હત્યા શું કામ? આ વિચાર આવતાની સાથે જ નેમિનાથજી તેમના લગ્ન પડતાં મૂકીને ગિરનાર તરફ દોટ મૂકી અને ગિરનાર પર ચઢી ગયા.

ગિરનાર

ગિરનાર પર તેમને સાધના કરતાં કરતાં સર્વજ્ઞાન પ્રાપ્ત થયું અને તેઓ જૈનોના 22માં તીર્થંકર તરીકે પૂજાયા. ત્યારબાદ ગિરનાર પર જ તેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો અને તેમના જેની સાથે લગ્ન થવાના હતા તે રાજુલમતી પણ બધો ત્યાગ કરીને સાધના કરવા ચાલ્યા ગયા.

ગિરનાર

આમ, પોતાના જીવનમાં એક જ પ્રસંગના કારણે આવેલ બદલાવ થકી હૃદયમાં જે ત્યાગની ભાવના પ્રજ્વલ્લિત થઈ તેના થકી નેમિનાથજીએ પોતાનું સર્વ જીવન સાધના અને સર્વજ્ઞાનની પ્રાપ્તિમાં વિતાવ્યું… તો આવા છે કઈક ગિરનાર પર બિરાજતા સાધુ,સંતો અને પુણ્યાત્માઓ, જેના થકી આ ધરતી આટલી પાવન બનેલી છે.

Also Read : ૪૫ જેટલા દિવ્યાંગો પ્રથમ વાર વીવીપેટ સાથે વોટ કરશે.