દાંતને લગતી તમામ સમસ્યાઓનું પૂર્ણવિરામ: ડો.ખારોડ સુપર સ્પેશિયાલિટી ડેન્ટલ & સ્કીન હોસ્પિટલ

Dr.Kharod

ડો.ખારોડ : કોઈ આપણો ફોટો પાડતું હોય ત્યારે ચીઝ કહીને સ્માઇલ કરવાનું કહે છે. શા માટે ખબર છે?કારણ કે આપણી એક સ્માઇલથી,એ તસ્વીરની તાસીર જ બદલી જતી હોય છે. ત્યારે ઘણી વ્યક્તિઓ પોતાના ફોટાને હસતો બનાવવા બત્રીસે-બત્રીસ દાંત દેખાઈ આવે તેવી સ્માઇલ આપે, પણ અમુક લોકો એવા પણ હોય છે, જે સ્મિત કરતાં ખચકાટ અનુભવતા હોય છે!! તેનું એક મહત્વનું કારણ હોય છે ઓર્થોડેન્ટિક પ્રોબ્લેમ્સ(દાંતને લગતી સમસ્યાઓ).

ઓર્થોડેન્ટિક પ્રોબ્લેમ્સમાં ઘણી બધી સમસ્યાઓ ભાગ ભજવે છે,જેમાં વાંકાચૂંકા કદરૂપા દાંત,દાંત વચ્ચે જોવા મળતી ખાલી જગ્યા,દાંત વધુ પડતાં અંદર કે વધુ પડતાં બહાર હોય જેને કારણે લોકો સ્માઇલ કરતાં સંકોચ અનુભવતા હોય છે. આ ઉપરાંત ઘણા લોકો દાંતનો દુ:ખાવો, દાંત કવવા જેવી સમસ્યાથી પીડાતા હોય છે.એમાના કેટલાક તો આ દાંતની સમસ્યાઓને સહન કર્યા કરેછે, કારણ કે તે લોકો એવું વિચારતા હોય છે કે,દાંતની સર્જરી કરાવવાથી દુ:ખાવામાં વધારો થશે તો!! પરંતુ હવે તે ડર રાખવાની જરા પણ જરૂર નથી કેમકે,આ બધી સમસ્યાનું પૂર્ણવિરામ આવશે ડો.ખારોડ સુપર સ્પેશિયાલિટી ડેન્ટલ & સ્કીનહોસ્પિટલમાં. જી હા! ડો. ખારોડ સુપર સ્પેશિયાલિટી ડેન્ટલ & સ્કીનહોસ્પીટલમાં કરવામાં આવે છે નીચે મુજબની પીડારહિત સર્જરીઓ.

ડો.ખારોડ બ્રેસેસ થેરેપી:

ડો.ખારોડ

 બ્રેસેસ થેરેપી સામાન્ય રીતે ત્યારે કરવામાં આવે છે, જ્યારે નીચેનાં કે ઉપરના જડબાના દાંતો વધુ પડતાં બહાર નીકળી આવ્યા હોય, દાંત સીધી હરોળમાં ન હોય અથવા આગળ-પાછળ હોય,બંને જડબાની વચ્ચેનાદાંત એકબીજા સાથે ન મળતા હોય અથવા કેવળ વચ્ચેના દાંત જ એકબીજા સાથે મળતા હોય,અમુક દાંત વધુ પડતાં અંદર અથવા અમુક દાંત વધુ પડતાં બહાર હોય,વાંકા-ચુકા દાંત અને દાંત તથા જડબામાં કેટલીક સમસ્યાઓને નિવારવા બ્રેસેસ થેરેપીનો ઉપયોગ થાય છે.

બ્રેસેસ થેરેપીથી થતાં લાભ:

  • તે વાંકાચુંકા દાંતને સીધા કરે છે. જેથી તમે જાહેરમાં મન મૂકીને હસવામાંખચકાટઅનુભવશોનહીં.
  • તે દાંતો વચ્ચે રહેલી ખાલી જગ્યાને ભરી દે છે. જેથી ત્યાં ખોરાકના કણો નથી અટકતા અને પેઢામાં પરેશાની ઉત્તપન્ન નથી થતી. Dr.Kharod
  • બ્રેસેસ ભવિષ્યમાં વાંકાચૂંકા દાંતોને કારણે થતી જડબાની કમજોરી અને માંસપેસીઓના દુ:ખાવાથી પણ બચાવે છે.
  • તમારા ચહેરાનો બાહ્ય દેખાવ સુંદર બનાવે છે. Dr.Kharod

રૂટ કેનાલ ટ્રીટમેન્ટ:

Dr.Kharod

સામાન્ય રીતે તો તમારા દાંત આજીવન તમારી સાથે રહેવા જોઈએ, પરંતુ કમનસીબે દાંતમાં સડો અથવા ઈજાને કારણે જો દાંતમાં ઇન્ફેક્શન થાય તો દાંતને બચાવવા રૂટ કેનાલ ટ્રીટમેન્ટની જરૂર પડે. પહેલાના સમયમાં આવા દુઃખતા, સડેલા દાંતને કાઢી નાખવામાં આવતા હતા, પરંતુ હવે આધુનિક સારવારની મદદથી આવા રોગગ્રસ્ત દાંતને કઢાવવાને બદલે બચાવી શકાય છે.

રૂટ કેનાલટ્રીટમેન્ટથી થતાં લાભ:

  • જડબાના હાડકાનું બંધારણ જળવાય છે.
  • ચાવવાની કાર્યક્ષમતામાં કોઈ ઘટાડો થતો નથી.
  • આર્થિક રીતે વિચારીએ તો દાંત કઢાવીને બ્રિજ કે ઈમ્પ્લાન્ટ કરાવવા કરતા રૂટ કેનાલ કરાવી દાંત બચાવવો વધારે ફાયદાકારક છે.

ડો.ખારોડ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ:

ડો.ખારોડ

પડી ગયેલા દાંતની અવેજીમાં ચોકઠું બનાવવામાં આવે છે જેમાં મોટેભાગે ઍક્રેલિકના દાંત હોય છે.ચોકઠું પહરેનારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેવી કે, ચહેરાનો આકાર બદલાઈ જાય છે, બોલવામાં તકલીફ પડે છે, ખાવામાં તકલીફ પડે છે. ત્યારે વર્તમાન સમયમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ નું મહત્વ વધતુ જાય છે, ડેન્ટલ ઈમ્પ્લાન્ટ ટાઇટેનિયમ નામની ધાતુમાંથી બનાવવામાં આવે છે, ઇમ્પ્લાન્ટને એકવાર બેસાડ્યા પછી તેની ઉપર કુદરતી દાંત જેવાજ ક્રાઉન બેસાડી દેવામાં આવે છે, જે  કુદરતી દાંત જેવું જ કામ કરેછે. ઇમ્પ્લાન્ટ કરેલા દાંત વડે ગમે તેવી કઠણ ચીજ ખાઈ શકાય છે.

ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરાવવાના ફાયદાઓ:

  • આ સર્જરી ટાંકા લીધા વગર, પીડારહિત રીતે કરવામાં આવે છે.
  • આ સર્જરી એક કે એક થી વધુઅથવા તમામ દાંત પડી ગયા હોય તો તેના માટેનો શ્રેષ્ઠ અને અંતિમ વિકલ્પછે.
  • આ સર્જરીમાં કુદરતી દાંત જેવાજ દેખાતાઅને કામ કરતા કૃત્રિમ દાંતબેસાડવામાં આવે છે.

આપણે ઉપર જણાવેલી બાબતો જેવી સર્જરી કરાવવા અન્ય શહેરોમાં જવું પડતું અથવા તો કોઈ સ્પેશિયલ ડોક્ટર આવે તેની રાહ જોવી પડતી. પરંતુ હવે આપણાં જૂનાગઢ શહેરમાં આવેલી ડો.ખારોડ સુપર સ્પેશિયાલિટી ડેન્ટલ & સ્કીન હોસ્પીટલમાં આપનાદાંતને લગતી અનેક સમસ્યાઓનું સમાધાન ત્વરિત અને પીડારહિત મળે છે. તો હવે તમારે દાંતનો દુ:ખાવો સહન કરવાની સહેજ પણ જરૂર નથી,આજેજ મુલાકાત લો, ડો.ખારોડ સુપર સ્પેશિયાલિટી ડેન્ટલ & સ્કીન હોસ્પિટલની અને દાંતના દુ:ખાવાની સમસ્યાને અલવિદા કહી ચહેરાને ફરી હસતો ખીલતો બનાવી દો.

સરનામું: ડો.ખારોડ Dr.Kharod ડેન્ટલ & સ્કિન હોસ્પિટલ, પહેલો માળ, બાલાજી કોમ્પ્લેક્ષ, દ્વારિકાધીશ માર્કેટની બાજુમાં, જૂનાગઢ.

સંપર્ક: 80501 62902, 90332 45879

#TeamAapduJunagadh

Also Read : તારક મહેતા એ ગુમાવ્યો આ કોમેડિયન એક્ટર, આ કારણે થયું તેમનું નિધન….