Bird Nest અને Mojitoમાં ક્યા કયા Ingredients વપરાય છે? અને શું છે તેના સ્વાસ્થયલક્ષી ફાયદાઓ?

Bird Nest

Bird Nest : “આપણું જૂનાગઢ” તમારા માટે online cooking competition થકી વિવિધ વાનગીઓનો ખજાનો તમારી સમક્ષ લઈને આવ્યા છે. જેમાં નોખી અને અનોખી વાનગીઓ તમારી સામે પ્રસ્તુત કરવામાં આવી રહી છે. આવી જ બે વાનગી છે, “Bird Nest” અને “Mojito”. શુદ્ધ શાકાહારી અને સ્વાદથી ભરપૂર આ વાનગીઓમાં ક્યા કયા ingredients વપરાય છે તે આ બ્લોગ થકી જાણીએ, સાથે જ આ વાનગીના સ્વાસ્થયલક્ષી ફાયદાઓ વિશે પણ જાણીએ.

Bird Nest

1) Bird Nest માટે વપરાતા ingredients:

A)Nest બનાવવા માટે:

● 2 નંગ બાફેલા બટેટા
● 1/2 કપ બાફેલા વટાણા
● 2 T. Spoon લસણની પેસ્ટ
● 1/4 કપ ઝીણા સમારેલા કેપ્સિકમ
● 1 T. Spoon મરચું પાઉડર
● 1/2 T. Spoon હળદર
● 2 T. Spoon ધાણાભાજી
● 1 કપ ગ્રેટેડ ચીઝ
● મીઠું સ્વાદ અનુસાર

B) લીલી ચટણી બનાવવા માટે:

● 1 મોટો વાટકો સમારેલી કોથમીર
● 1/2 કપ સીંગદાણા
● 5 T. Spoon બૂરું ખાંડ
● 1 લીંબુનો રસ
● મીઠું સ્વાદ અનુસાર

2.) Mojito:
● નાના ટુકડાઓમાં સુધારેલા 2 લીંબુ
● 10 થી 12 ફુદીનાના પાન
● 3 T. Spoon બૂરું ખાંડ
● 4-5 Ice Cube
● મીઠું સ્વાદ અનુસાર

Bird Nest અને Mojito બનાવવા માટેના ingredients વિશે જાણ્યા બાદ આ વાનગી કેમ બનાવવી તે આ video થકી જાણીએ. ત્યારબાદ Bird Nest અને Mojito વાનગીના સ્વાસ્થયલક્ષી ફાયદાઓ અને અન્ય માહિતી જાણીશું.

Bird Nest અને Mojitoના સ્વાસ્થ્યસભર ફાયદાઓ:

  • ઓછી સામગ્રીમાં બનતી આ વાનગીઓ તમારો સમય પણ બચાવે છે અને ઝડપથી તૈયાર થઈ જાય છે.
  • Bird Nest તેમજ Mojito એ Healthy અને Testy નાસ્તા માટેની ઉત્તમ વાનગીઓમાંની એક       વાનગી છે.
  •  બટેટા અને વટાણા સહિતના શાકભાજી વપરાતા હોવાથી Bird Nest વાનગી સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેને જાળવી રાખવા માટે સક્ષમ છે.
  • Mojito ગમે તે મોસમમાં વાપરી શકાય તેવું સ્વાસ્થ્યવર્ધક પીણું છે, ફુદીના અને લીંબુ જેવા તત્વો Refreshment માટે સૌથી સારું કામ આપે છે.
  • ટુક સમયમાં કંઈક નવીન વાનગી બનાવવી હોય, તો Bird Nest અને Mojito બન્ને ઉત્તમ વાનગી છે.
  • Low Fat અને Low Calorie વાળી આ બન્ને વાનગીઓ નાના-મોટા સૌ કોઈની જીભ અને પેટને મસ્ત બનાવી દે છે.
  •  Mojito અને Bird Nest થકી બાળકોને પણ ગમ્મત સાથે પોષક આહાર મળી રહે છે.
  • વિવિધ પોષકતત્વોથી ભરપૂર આ વાનગીઓ સ્વાસ્થ્ય માટે એકદમ લાભદાયી છે.

આ સાથે જ Dev Kitchen Hub દ્વારા પ્રસ્તુત કરવામાં આવતા આ “Online Cooking Competition”ને સફળ બનાવવા માટે Shobhanidhi Creation, Solidom અને Farm Fresh દ્વારા કરવામાં આવેલા સહયોગના અમે ખૂબ ખૂબ આભારી છીએ.

આ Recipeને vote કરવા માટે નીચેની link પર click કરો.

https://aapdujunagadh.com/cooking-competition/vote

Also Read : તારક મહેતા સિરિયલ પર આવી આફત, હવે આ અભિનેત્રી પણ લઈ રહી છે વિદાય!