Apple Pie અને Corn Spinach Tart બનાવવા માટે ક્યા ક્યા Ingredients વપરાય છે અને શું છે તેના ફાયદા?

આપડું જૂનાગઢ દ્વારા પ્રસ્તુત “Online Cooking Competition”માં સ્પર્ધકો દ્વારા વિવિધ નોખી અને અનોખી વાનગીઓ પ્રસ્તુત કરવામાં આવી છે. તેમજ આ સ્વાદસભર વાનગીઓ સ્વાસ્થ્યને પણ તરોતાજા રાખવામા મદદરૂપ થાય છે. આ વાનગીઓ તેમના સ્વાદ, સોડમ અને સ્વરૂપથી દરેકના મન આકર્ષિત કરી શકે છે.

આ વાનગીઓ પૈકીની Apple Pie અને Corn Spinach Tart વિષે આજે તમને થોડી વાતો જનાવવી છે. તેના માટે સૌ પ્રથમ આ વાનગીઓમાં ક્યાં ક્યાં ingredients વપરાય છે તે જાણીએ અને સાથે જ આ વાનગીઓ કઈ રીતે બનાવાય છે તે માટેનો video પણ જોઈએ. ત્યારબાદ આ વાનગીઓ વિષેની અન્ય માહિતી અને ફાયદાઓ વિષે ચર્ચા કરશું.

1) Apple Pie માં Use થતાં Ingredients:-

(A) કણક બાંધવા માટે:- 

  • દળેલી ખાંડ 50 ગ્રામ
  •  માખણ 100 ગ્રામ
  •  મેંદાનો લોટ150 ગ્રામ
  •  દૂધ 50 મિ.લી.

(2) Filling માટે:-

  •  માખણ 40 ગ્રામ
  •  ખાંડ 40 ગ્રામ
  • તજનો પાઉડર 10 ગ્રામ
  • સફરજન 200 ગ્રામ

 2)Corn Spinach Tartમાં use થતાં Ingredients:

(A) કણક બાંધવા માટે:- 

  • માખણ 60 ગ્રામ
  • મેંદાનો લોટ લોટ 135 ગ્રામ
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી 45 મિ.લી.

(2) Filling માટે:-

  • માખણ 10 ગ્રામ
  • ઘઉનો લોટ 10 ગ્રામ
  • દૂધ 60 મિ.લી.
  • મકાઇના દાણા 50 ગ્રામ
  • પાલક 50 ગ્રામ
  • મીઠું સ્વાદ અનુસાર
  • મરી સ્વાદ અનુસાર

આ બંને સ્વાદિષ્ટ વાનગીના ingredients જાણ્યા બાદ હવે તેને કઈ રીતે બનાવવી તે જાણવા માટે આ video પર એક નજર કરીએ અને તેના પછી આ બંને વાનગીઓ સ્વાસ્થ્ય માટે કઈ રીતે ફાયદાકારક છે? અને તેના સિવાયની બીજી ઘણી માહિતી મેળવીશું.

આ વાનગીના સ્વાસ્થ્યપ્રદ ફાયદાઓ અને અન્ય માહિતી:

  • સૌ પ્રથમ તો અહી જાણવા જેવી વાત એ છે કે, અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે તમે ઘરે રહીને જ સ્વાદથી ભરપૂર બે મઝેદાર વાનગીઓ બનાવી શકો છો.
  • ઓછી સામગ્રીમાં તમે બે વાનગી બનાવીને તેની મજા મણિ શકીએ છીએ.
     બાળકોને આકર્ષિત કરવા માટે આ બંને વાનગીનો દેખાવ જ પૂરતો થઈ રહેશે.
  • આજના બાળકો લીલા શાકભાજી ખાવાથી દૂર થતાં જાય છે, ત્યારે પાલક અને અન્ય વસ્તુઓને નવા રૂપરંગમાં પ્રસ્તુત કરવાથી બાળકોને લીલા શાકભાજી ખાવા માટે પ્રેરી શકાય છે.
  • આ બંને વાનગી તદ્દન સરળ રીતે બનાવી શકાય છે, છતાં પણ તેમનો દેખાવ અને સ્વાદ આપની રસોઈ કળાને એક નવી ઓળખ આપે છે.
  • ઓછા સમયમાં અને સીમિત સામગ્રીમાં બે વાનગીઓ બનાવીને નાસ્તા માટેની perfect dish બનાવી શકાય છે.

આ સાથે જ Dev Kitchen Hub દ્વારા પ્રસ્તુત કરવામાં આવતા આ “Online Cooking Competition”ને સફળ બનાવવા માટે Shobhanidhi Creation, Solidom અને Farm Fresh દ્વારા કરવામાં આવેલા સહયોગના અમે ખૂબ ખૂબ આભારી છીએ..

આ Recipeને vote કરવા માટે નીચેની link પર click કરો.

https://aapdujunagadh.com/cooking-competition/vote