Lokshahi : શબ્દ નાનો, અર્થ છે વિશાળ; જાણો લોકસભા વિશેના કેટલાક રોચક તથ્યો…

Lokshahi

Lokshahi : આગામી 23, એપ્રિલના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુવાવર્ગ આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા તત્પર બની ગયો છે. તમારી પાસે લોકસભાની ચૂંટણી અંગેની થોડીઘણી માહિતી તો હશે જ, પરંતુ અમે તમને લોકસભા અને લોકશાહી વિશેની કેટલીક રોચક વાતો જણાવવા જઇ રહ્યા છીએ, તો આવો જાણીએ.

Lokshahi એટલે શું ?

ભારતમાં લોકશાહીનું શાસન 1947થી આવ્યું, જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે સૌથી પહેલા દેશના વડાપ્રધાનની જવાબદારી કોઈ યોગ્ય ઉમેદવારનને સોંપવા ચૂંટણી યોજવાનું નક્કી કર્યું. આ ચૂંટણી થયા બાદ વર્ષ 1952માં ભારતની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જીત મળી, ત્યારે જવાહરલાલ નહેરુ વડાપ્રધાનપદે નિયુકત થયા હતા.

આમ લોકશાહી શાસન અસ્તિત્વમાં આવ્યું, જેમાં લોકો દ્વારા શાસન ચલાવવામાં આવે છે. જેમાં દર પાંચ વર્ષે ચૂંટણી યોજવામાં આવે છે. જેમાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારને મત આપે છે અને જે તે જીતેલ રાજકીયપક્ષ લોકસભામાં પોતાની બહુમતી સાબિત કરે છે.

 

લોકસભા એટલે શું?  

લોકસભા “હાઉસ ઑફ પીપલ” અથવા નીચલા ગૃહ તરીકે પણ જાણીતી છે, તેના મોટા ભાગના સભ્યો ભારતીય નાગરિકો દ્વારા સીધા જ ચૂંટવામાં આવે છે. દરેક નાગરિક જે 18 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવે છે, તે લિંગ, જાતિ, ધર્મ અથવા જ્ઞાતિને ધ્યાનમાં રાખ્યા વગર મત આપવા માટે લાયક છે. ભારતીય બંધારણની કલ્પના અનુસાર લોકસભા વધુમાં વધુ 552 સભ્યો ધરાવી શકે છે. તેની અવધિ પાંચ વર્ષ સુધી છે. 530 જેટલા સભ્યો રાજ્યોમાંથી જિલ્લા દીઠ એક-એક, 20 સભ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ચૂંટવામાં આવે છે અને જો રાષ્ટ્રપતિને એવું લાગે કે, એંગ્લો-ઈન્ડિયન સમુદાયમાંથી પૂરતાં પ્રમાણમાં પ્રતિનિધિત્વ નથી તો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એ સમુદાયમાંથી વધુમાં વધુ 2 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. આમ લોકસભા 545 સભ્યો ધરાવે છે, તેમાંની કેટલીક બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિઓ માટે આરક્ષિત છે.

લોકસભાની ચૂંટણી એટલે શું ?

Lokshahi

લોકસભાનો ઇતિહાસ જોઈએ તો, સૌપ્રથમ લોકસભાની રચના 1947માં જ્યારે ભારતને પહેલા વડાપ્રધાન મળ્યા, ત્યારબાદ એક લોકશાહી શાસન શરૂ થયું. લોકસભાનું અસ્તિત્વ સામે આવ્યું ત્યારબાદ, દર 5 વર્ષે ઇલેક્શન થતું. આમ, રાજાશાહીની મુક્તિ બાદ એક લોકશાહીનું શાસન સામે આવ્યું. આમ લોકો દ્વારા જ લોકસભાની ચૂંટણી થાય છે, જેમાં કુલ 543 બેઠકો પરથી ઇલેક્શન કરવામાં આવે છે. દરેક સાસંદીય મતવિસ્તારમાંથી એક-એક ઉમેદવાર ચુટવામાં આવે છે અને ચુંટાયેલા ઉમેદવારને સાંસદસભ્ય બનાવવામાં આવે છે, ત્યારબાદ તે લોકસભા રચે છે અને પોતાની સરકાર બનાવે છે.

આગામી આર્ટીકલમાં આપણે જાણીશું લોકસભાની ચૂંટણી ક્યાં પ્રકારે યોજાય છે અને વડાપ્રધાન નિમવા માટે કઈ કઇ પ્રક્રિયાઓ કરવામાં આવે છે…

આભાર…

#TeamAapduJunagadh

Also Read : Lion Railway Crossing : સિંહ તથા વન્ય પ્રાણીઓના જીવ બચાવવા રેલ્વે ટ્રેક પર ફિટ કરાશે આ નવીન ટેકનૉલોજી