શાળા કે કોલેજમાં ડિબેટ હોય કે કોઈ સારી કંપનીમાં ઇન્ટરવ્યુ આજે દરેક ક્ષેત્રમાં અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ જોવા મળે છે ત્યારે આ બ્લોગમાં તમારાં માટે છે એવી કેટલીક ટિપ્સ જે તમને અંગ્રેજી ભાષામાં મહારથ મેળવવામાં મદદરૂપ થશે.
(૧) સમાચાર પત્રો :
તમારી અંગ્રેજીભાષાને વધુ સમૃદ્ધ બનાવવા માટે અંગ્રેજી સમાચાર પત્રોના નિયમીત વાંચનથી શરૂઆત કરી શકાય. તેનાથી અંગ્રેજી ભાષા સાથે આપણી આસ પાસ થતી ઘટનાઓ વિશે માહિતી પણ મળે છે.
“Times of India”એ સરળ અંગ્રેજી શબ્દોમાં ઉપલબ્ધ થતું સમાચાર પત્ર છે.તે બાદ બીજા તબક્કે Indian Express, The Hindu, Hindustan Times જેવા સમાચાર પત્રો વાંચી શકાય.
આજના ડિજીટલ યુગમાં તમારા ફોન, ટેબલેટ કે કમ્પ્યુટર જેવા સાધનો પર આ સમાચાર પત્રોના E- papers પણ મેળવી શકો છો.
(૨) પુસ્તકો :
પુસ્તકો આપણા સારાં મિત્રો છે એ આપણે જાણીએ છીએ ત્યારે અંગ્રેજી શીખવા આ મિત્રની મદદ તો લેવીજ જોઈએ બરાબર ને…
તેમે તમારા રસ મુજબ અંગ્રેજી ભાષાના પુસ્તકો વાંચી શકો છો. શરૂઆતમાં હળવી વાર્તાઓ તરીકે Harry Potter કે Gulliver’s Travels ઉપરાંત કેટલાંક પુસ્તકો તથા લેખકોની યાદી નીચે મુજબ છે,
- સુધા મૂર્તિ :
જીવન વિશેના તેમના વિચારો અને અનુભવો પ્રદર્શિત કરતી કેટલીક રમૂજી ટૂંકી વાર્તાઓનો સમૂહ,
-The Day I Stopped Drinking Milk
-Wise and Otherwise
-Old Man and his God
તેમની વધુ કૃતિઓ વાંચવા માટે,
https://www.goodreads.com/author/list/577199.Sudha_Murty
- રોબીન શર્મા :
અંગ્રેજી સાથે સેલ્ફ મોટિવેશન માટે આ પુસ્તકો તમને મદદરૂપ થશે,
-The Monk Who Sold His Ferrari
-Who Will Cry When You Die?
તેમની વધુ કૃતિઓ અહી ઉપલબ્ધ છે,
https://www.goodreads.com/author/list/24678.Robin_S_Sharma
આ ઉપરાંત ચેતન ભગત, નવોનીલ ચક્રવર્તી, અમીશ ત્રિપાઠી વગેરે લેખકોના પુસ્તકો તમને મદદરૂપ થશે.
(૩) હોલિવૂડ ફિલ્મો અને સિરીઝ :
અંગ્રેજી ને વધુ રસપ્રદ અને આનંદદાયક બનાવવાનું માધ્યમ છે હોલિવૂડ ફિલ્મો અને સિરીઝ જે અંગ્રેજીમાજ જોવામાં આવે નહિકે હિંદીમાં, તમે ઘણી હોલિવૂડ ફિલ્મો અને સિરીઝ હિંદી મા જોઈ હશે પણ હવે એ અંગ્રેજીમા જ જોવાનું શરૂ કરી દો જેથી તમારું અંગ્રેજી પણ બનશે જોરદાર,
શરૂઆત કરવામાટે કેટલીક ફિલ્મો,
-Harry Potter
-Final Destination
-Fast and Furious
-The Transformers
-X-Men series
ત્યારબાદ બીજા તબકકે જોવા માટેની ફિલ્મોનું લિસ્ટ,
http://www.imdb.com/search/title?groups=top_250&sort=user_rating
કેટલીક હોલિવૂડ સિરીઝ :
-F.R.I.E.N.D.S.
-The Big Bang Theory
-How I Met Your Mother
http://www.imdb.com/search/title?title_type=tv_series
(૪) હોલિવુડ ગીતો :
ગીતો સાંભળવા સૌને ગમે ત્યારે હોલિવુડના ગીતોની મદદથી તમે સરળતાથી મનોરંજન સાથે તમારી અંગ્રેજીને વધુ સારી બનાવી શકો છો.
આ બધા પ્રયત્નોમાં વાંચવું કે સાંભળવું જ જરૂરી નથી પરંતુ તે શબ્દોને સમજવા અને યાદ રાખવા પણ તેટલાજ જરૂરી છે જે માટે તમારી વિશ્વસનીય ડિક્શનરી સાથે કામ કરવું યોગ્ય રહેશે.
(૫) અંગ્રેજી બોલવું :
અંગ્રેજી ભાષા પર મજબૂત પકડ કરવા માટે તેને બોલવાની ટેવ કેળવવી જોઈએ.તે માટે તમે તમારા રોજ બરોજના વ્યવહારમાં પરિવારજનો કે મિત્રો સાથે અંગ્રેજીમા વાતચીત કરી શકો છો.તે ઉપરાંત અરીસા સામે પ્રેકટીસ કરી શકાય તથા તમારા અવાજને રેકોર્ડ કરીને પણ તમે તમારી અંગ્રેજી ભાષાના વક્તવ્યને સમૃદ્ધ કરી શકો છો.
(૬) અંગ્રેજી લખવું :
અંગ્રેજી ભાષામાં મહારથ મેળવવા માટે અંગ્રેજી લખવું એ એક સારું માધ્યમ ગણી શકાય. તમને ગમતાં વિષય પર દરરોજ એકાદ પેરેગ્રાફ અંગ્રેજી ભાષામાં લખવાથી તમારી મૌલિકતામાં વધારો થાય છે.
(૭) શબ્દભંડોળ :
અંગ્રેજી ભાષામાં શબ્દભંડોળ વિકસિત હોવો ઘણો જરૂરી છે.તે માટે ડિક્શનરી ઉપરાંત કેટલીક વેબસાઈટ અને એપનો ઉપયોગ કરી શકાય જે પૈકી કેટલીક નીચે મુજબ છે
-Enguru
-FluentU
-Hello English.
આ બધાં પ્રયત્નો સાથે તમારે અંગ્રેજીમા વિચારવાનું શરૂ કરવું જોઇએ. વિવિધ ઓનલાઇન માધ્યમોનો ઉપયોગ પણ કરી શકાય.અમુક ખાસ પરિસ્થિતિઓ માટે પણ પ્રેક્ટિસ કરી શકાય જેમકે ઇન્ટરવ્યુ, પ્રેઝન્ટેશન, વગેરે.આ પ્રયત્નો નિયમિત રીતે ચાલુ રાખવા એ જ સફળતા માટેની એક માત્ર શરત છે.તમારી પાસે પણ અંગ્રેજી શીખવા માટે આ સિવાય કોઈ આઈડિયા હોય તો લખી મોકલો અમને.
Also Read : રાજકોટમાં સતત ચોથા દિવસે 24 લોકોના નેગેટિવ રિપોર્ટ આવતા તંત્રને થયો હાશકારો…