સ્વતંત્રતા ના સંભારણા ભાગ 4: આરઝી હકૂમત ની કાર્યવાહી

સ્વતંત્રતા

આરઝી હકૂમતમાં સોરઠના યુવાનો પણ જોડાયા હતા. આરઝી હકૂમતની રચના સફળતાપૂર્વક થઇ ગયા બાદ શામળદાસના પ્રયત્નોથી લોકસેના લડી શકે તો શસ્ત્રો મળી રહેશે તેવો વિશ્વાસ સરદાર પટેલે આપ્યો.

સ્વતંત્રતા

લડાઈ માટે બીલખાની હદમાં આવેલા કુંકાવાવ ગામને મથક તરીકે પસંદ કરાયું, ત્યાં એક જીનમાં છાવણીની સ્થાપના કરવામાં આવી. વળી, સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં લોક ક્રાંતિની ભાવના વધુને વધુ પ્રબળ થવા લાગી. પોરબંદર પંથકમાં માલદે બાપુ, જૂનાગઢમાં આવેલી બ્રહ્મચર્યાશ્રમ સંસ્થાના મહંત માયારામ બાપુ, જૂનાગઢનાં કડીયાવાડમાં આવેલા કબીર આશ્રમના મહંત વીરદાસજી બાપુ વગેરે સાધુઓ પણ લડતમાં જોડાયા.

આરઝી હકુમતે તેની કાર્યવાહીમાં સૌપ્રથમ કુકાવાવથી ચાર માઈલ દૂર અમરાપુર ગામને કબજે કર્યું. ત્યાં નાનકડો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને તે ગામનો વહીવટ પોતાના હાથમાં લીધો, પછી ગુણવંતભાઈની આગેવાની હેઠળ દેવગામ, પછી મોટી હળિયાદ વગેરે મળીને કુલ અગિયાર ગામો પર આરઝી હકુમતનો ધ્વજ ફરકાવ્યો.
સ્વતંત્રતા

માત્ર ત્રણ દિવસમાં જ 26 જેટલા ગામડાઓ પર સત્તા સ્થાપી. ત્યારબાદ સુરગભાઈની આગેવાની હેઠળ ગાધકડાના ગઢ પર સફળ આક્રમણ કરવામાં આવ્યું.

લોકસેનાની ટુકડી કુંડલા પરથી થઈને સડક પર જઈ નદીના પટમાં ઉતરવા જતી હતી, ત્યારે ભાવનગર રાજ્યની પોલીસે તેમને કેદ પણ કરી હતી, પરંતુ દિલ્હીમાં આ વાતની જાણ થતાં દિલ્હીની કાર્યવાહીથી ભાવનગરના દીવાનએ લોક સેનાના સૈનિકોને મુક્ત કરી તેમને ટ્રેન દ્વારા રાજકોટ રવાના કરી દીધા હતા. ત્યારબાદ તેમણે નવાગઢ પણ કબજે કર્યું. ભેસાણની આસપાસના પાંચ સાત ગામોમાં બળવંતસિંહની આગેવાની હેઠળની આરઝી હકૂમતની ટુકડીએ સત્તા સ્થાપી.

સ્વતંત્રતા

આરઝી હકુમતે જૂનાગઢના 106 ગામો પર કબજો મેળવ્યો, જેમાં 50 ગામો પોતાની પાસે રાખી બાકીના જૂનાગઢ પ્રદેશને સોપ્યા.

સ્વતંત્રતા

આમ, આરઝી હકૂમતના આગેવાનો અને તેમના સૈનિકોની બાહોશ લડતને આધારે જ જૂનાગઢ રાજ્ય સ્વતંત્ર થવાના સપનાં જોઈ રહ્યું હતું, પ્રજાજનોની આ લડત સામે નવાબ અને ભુટ્ટોને ઝુકવું જ રહ્યું!

સ્વતંત્રતા

વધુ ક્રમશઃ…

Author: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh

Image Source – Google and http://kathiyawadikhamir.com/

Also Read : How to be a Video Content Maker/Editor at a Social Media Marketing Agency