લોક સભા “હાઉસ ઑફ પીપલ” અથવા નીચલા ગૃહ તરીકે પણ જાણીતી છે. તેના મોટા ભાગના સભ્યો ભારતીય નાગરિકો દ્વારા સીધા જ ચૂંટવામાં આવે છે. દરેક નાગરિક જે 18 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવે છે, તે લિંગ, જાતિ, ધર્મ અથવા જ્ઞાતિને ધ્યાનમાં રાખ્યા વગર મત આપવા માટે લાયક છે.
ભારતીય બંધારણની કલ્પના અનુસાર લોકસભા વધુમાં વધુ 552 સભ્યો ધરાવી શકે છે. તેની અવધિ પાંચ વર્ષ સુધીની હોય છે. 530 જેટલા સભ્યો રાજ્યોમાંથી જિલ્લા દીઠ એકની ગણતરીએ, 20 સભ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ચૂંટવામાં આવે છે અને જો રાષ્ટ્રપતિને એવું લાગે કે એંગ્લો-ઈન્ડિયન સમુદાયમાંથી પૂરતાં પ્રમાણમાં પ્રતિનિધિત્વ નથી તો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એ સમુદાયમાંથી વધુમાં વધુ બે સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. આમ લોકસભા કુલ 552 સભ્યો ધરાવે છે, તેમાંની કેટલીક બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિઓ માટે આરક્ષિત છે.
લોકસભાના સભ્યપદ માટેની લાયકતો શું?
- વ્યક્તિ ભારતનું નાગરિકત્વ ધરાવતી હોવી જોઈએ અને તે 25 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી હોવી જોઈએ.
- માનસિક સ્થિરતા ધરાવતી વ્યક્તિ હોવી જોઈએ અને તે વ્યક્તિએ નાદારી ન નોંધાવેલી હોવી જોઈએ.
- તેની વિરુદ્ધ કોઈ ફોજદારી કાર્યવાહી ન હોવી જોઈએ.
લોકસભાની ચૂંટણીનું આયોજન કઈ રીતે થાય છે?
1947થી અત્યાર સુધી 16 વખત લોકસભાની રચના થઇ છે. લોકસભાના સભ્યો સીધા જ ભારતના લોકો દ્વારા જ ચુંટાય છે. જેમાં સાસંદીય મતવિસ્તારમાંથી સંસદ સભ્યને ઉમદેવાર નીમવામાં આવે છે. ત્યારબાદ કુલ 543 બેઠકો પરથી તબક્કાવાર મતદાનની પ્રકિયા કરવામાં આવે છે. જેમાં અલગ-અલગ રાજ્યોની બેઠકો પરથી દરેક પક્ષના નેતાઓ ઇલેક્શન લડે છે. દરેક રાજ્યોની અલગ-અલગ બેઠકો પરથી મતદાન થયા બાદ રાજકીય પક્ષની મળેલી બેઠકો પરથી તેની બહુમતી સાંસદ સાબિત કરે છે, ત્યારબાદ લોકસભાની ચૂંટણી પ્રકિયા પૂર્ણ થાય છે.
લોકસભાની ચૂંટણી બાદ સંસદ સભ્યની યાદી બનાવવામાં આવે છે, જેથી ખબર પડે કે ક્યાં રાજકીય પક્ષને કેટલાં સાંસદ સભ્યો છે. જે પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હોય તે પક્ષના નેતાને વડપ્રધાન બનાવવામાં આવે છે.
વડાપ્રધાન કઈ રીતે નીમવામાં આવે છે?
લોકસભાની ચૂંટણીઓના પરિણામને આધારે રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાન નિયુક્ત કરવામાં આવે છે. પ્રધાનમંત્રી લોકસભામાં બહુમતી પક્ષના નેતા છે. જો કે, વડાપ્રધાન માટે લોકસભાના સાંસદ બનવું ફરજિયાત નથી, પરંતુ તેમને લોકસભામાં બહુમતી સાબિત કરવી પડે અને ત્યારબાદ એપોઇન્ટમેન્ટના છ મહિનાની અંદર તેને સંસદના સભ્ય બનવું પડે છે.
ત્યારબાદ વડાપ્રધાનનો કાર્યકાળ 5 વર્ષ સુધીનો હોય છે, જે દરમિયાન તે ભારતના પ્રમુખ ગણાય છે. આમ જોઈએ તો રાષ્ટ્રપતિ એ મુખ્ય છે પરંતુ તમામ કારોબાર વડાપ્રધાન સંભાળે છે. આમ લોકસભાની ચૂંટણી કરવામાં આવે છે, જેને ભારતની જનતા દ્વારા જ નીમવામાં આવે છે.