પવિત્ર રમઝાન માસ અને રોઝા

રમઝાન માસ

રમઝાન માસ : ભારતમાં ઘણી સંસ્કૃતિનો સુમેળ થાય છે, બધીજ સંસ્કૃતિની પોતાની જુદીજુદી માન્યતાઓ છે. પરંતુ બધાનો હેતુ પ્રેમ અને કરુણા છે. બસ તેને નીભાવવાની રીત અલગ-અલગ છે. જેથી કરીને ભારતમાં વિવિધ તહેવાર મનાવાય છે. કેટલા બધા નવા વર્ષ આપણા દેશમાં ઉજવાય છે. બધા ધર્મના અલગ-અલગ મહિના છે. જે જુદીજુદી પરંપરાઓથી ખુશી અને એકતાના ઉદેશ્યથી ઉજવવામાં આવે છે. જેમાં રમઝાન માસનું એક અનેરું મહત્વ છે. જે આપણાં ભારત દેશમાં ઉત્સવરૂપે ઉજવાય છે.

રમઝાન માસ

રમઝાન એ મુસ્લિમ સંસ્કૃતિનો એક મહાન મહિનો છે. તેમાં નિયમો બહુજ કઠીન હોય છે. રમઝાનના મહીનાને બહુજ પવિત્ર મનાય છે. જે મુસ્લિમ કેલેન્ડર મુજબ નવમો મહિનો છે. મુસ્લિમ ધર્મમાં ચાંદનું મહત્વ વિશેષ હોય છે. રમઝાન મહિનામાં મુસ્લિમ બિરાદરો એક-બીજાને પ્રેમથી મળે છે. જૂના રાગ દ્વેશ ભૂલીને ભાઇની જેમ એકબીજાને ગળે મળી રમઝાન મહિનો મનાવે છે.

રમઝાનનો ઇતિહાસ:

આ પાક મહિનાને “शब-ए-कदर” કહેવાય છે. એવી માન્યતા છે કે, આ દિવસે અલ્લાહએ તેમના અનુયાયોને ‘કુરાન શરીફ’થી નવઝ્યા હતા, તેથીજ આ મહિનાને પવિત્ર મનાય છે. જેમાં અલ્લાહ માટે રોઝા અદા કરાય છે. જેને મુસ્લિમ પરિવારોના નાનાથી લઇ મોટા સદસ્ય પુરેપુરી નિષ્ઠાથી નીભાવે છે. ઇસ્લામ ધર્મ મુજબ મુસલમાનનો મતલબ “मुसल-ए-इमान” થાય છે. જેનો અર્થ છે, “જેનુ ઇમાન પાકુ છે તે”. ઇસ્લામ ધર્મમાં સારા માણસ બનવા માટે પહેલા મુસલમાન બનવું જરૂરી છે અને મુસલમાન બન્યા પછી પાંચ કર્તવ્યોને પાલન કરવું પણ એટલું જ જરૂરી છે. જેમાં પહેલું વિશ્વાસ(ઈમાન), બીજું નમાઝ, ત્રીજું રોઝો, ચોથું હજ અને પાંચમું જકાત(દાન). ઇસ્લામના આ પાંચ કર્તવ્ય વ્યક્તિને પ્રેમ, સહાનુભૂતિ, સહાયતા અને એકતાની પ્રેરણા આપે છે.

રોજાનો અર્થ ફક્ત ભૂખ્યા રહેવાનો જ નથી, પરંતુ નમાઝ પઢવી, કુરાન પઢવી, જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી, રોઝો ખોલાવવો અને દાન કરવું વગેરે પણ જરૂરી છે. રોઝાના દિવસે વ્યક્તિને ભૂખ્યા અને પાણી પીધા વગર રહેવું પડે છે. ઇસ્લામ ધર્મમાં ચાંદનું મહત્વ સૌથી વધુ હોય છે, જે અલ્લાહનું અસ્તિત્વ અને જ્ઞાન દર્શાવે છે. રમઝાન મહિને રોઝો રાખીને વ્યક્તિ ભૂખ્યાની ભૂખ અને તરસ્યાની તરસનું મહત્વ ખૂબ સારી રીતે સમજી શકે છે.

રમઝાનમાં રોઝા કેવી રીતે કરાય છે ?

રમઝાનમાં રોઝા અલ્લાહની ઇબાદત સમાન મનાય છે. રોઝા કરવાના નીયમ હોય છે.

સહરી: સહરીમાં સવારે સુરજ ઉગે તે પહેલા દોઢ કલાક અગાઉ ઉઠીને થોડુંક જમવાનું હોય તો જ રોઝા ચાલુ થયા કહેવાય. પછી આખા દિવસ દરમિયાન કઈ ખાવા-પીવાનું હોતું નથી.

ઇફ્તાર: સાંજે સુરજ ડુબે તેના થોડા સમયના અંતરાલે થોડુંક ખાઇને રોઝા ખોલાય છે. જેનો સમય નિશ્ચિત હોય છે. આપણાં જૂનાગઢની જુમ્મા મસ્જિદ ખાતે રોઝા ખોલવાના સમયે મોટા અવાજવાળી આતશબાજી કરીને તથા સાયરનના ગગનભેદી અવાજ દ્વારા રોઝુ ખોલવા માટે સૂચિત કરવામાં આવે છે.

તરાવીહ: રાત્રે એક નિશ્ચિત સમયે એટલે કે રાત્રે 9 વાગ્યે તવારીહની નમાઝ અદા કરાય છે. સાંજે મસ્જીદોમાં કુરાનનું વાંચન થાય છે. આવું આખો મહિનો ચાલે છે અને ચાંદ મુજબ 29 કે 30માં દિવસે ઇદનો જશ્ન મનાવાય છે.

રમઝાનના નિયમો :-

માણસ અને અલ્લાહ વચ્ચે રમઝાન થી દૂરી ઘટે છે. અલ્લાહમાં વિશ્વાસ દ્રઢ થાય છે. અલ્લાહનું નામ લેવાય છે. અને કુરાન વંચાય છે. ખરાબ અને ગંદી આદતો દૂર રહેવું પડે છે. કોઇપણ પ્રકારનો નશો પ્રતિબંધ હોય છે. ખરાબ બોલવું, સાંભળવું અને જોવા પર સખ્ત પ્રતિબંધ હોય છે. દાનનું વિશેષ મહત્વ હોય છે. જેને ‘જકાત’ કહે છે. બધા શ્રધ્ધા કે સ્થિતી મુજબ દાન અને નેક કાર્ય કરે છે. પોતે કરેલી ભૂલની માફી માંગી દિલ હળવું કરવામાં આવે છે. જન્નતની દુઆ કરવામાં છે.

મુસ્લિમ પરિવારના દરેક વ્યક્તિ રોઝા રાખે છે. પરંતુ 5 વર્ષથી નાના બાળકોને, મોટી ઉંમરના અશક્ત વૃદ્ધોને, બીમાર વ્યક્તિઓને, ગર્ભવતી કે બાળકને દૂધ પીવડાવતી મહિલાઓને રોઝામાંથી છૂટ મળે છે.

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com

Also Read : Junagadh News : આવો જાણીએ આગામી લોકસભા ચૂંટણી માટે લેવાયેલા જરૂરી નિર્ણયો તથા મહત્વની તારીખો વિશે