નવરાત્રિ માં વાઘેશ્વરી માતાજીના મંદિરનું અનોખું મહાત્મય

નવરાત્રિ

આજથી શરૂ થતો માતાજીની આરાધનાનો પાવન ઉત્સવ એટલે કે નવરાત્રી… ખેલૈયાઓ તો સામાન્ય રીતે મોડી રાત સુધી ગરબે ઘૂમતા હોઈ છે જે હવે એક પરંપરા બની ગઈ હોય એવું લાગે છે. પણ..પણ શરૂઆતમાં જણાવ્યાં મુજબ મૂળ તો આ તહેવાર માતાજીની પ્રાર્થના, અર્ચના, પૂજા અને આરાધનાનો તહેવાર છે કે જેમાં સવારના માતાજીની આરતી, વ્રત અને માતાજીનાં યજ્ઞનું વિશેષ મહત્વ છે.

જૂનાગઢમાં ગિરનાર દરવાજા નજીક પ્રાચીન એવું વાઘેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે કે જ્યાં વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ આસો-નવરાત્રીની મહીમા અને પરંપરા ને જીવંત રાખવા માટે લોકોની ભીડ ઉમટતી હોય છે. આ વર્ષે માતાજીના દર્શન માટે તા. 10 થી 19 સુધી ધામધૂમથી ઉજવવામાં આવશે

નવરાત્રીમાં માતાજીના દર્શનનો સમય સવારે 5 વાગ્યાથી રાત્રીના 10.30 વાગ્યા સુધીનો રહેશે. જેમાં સવારે મંગળા આરતીનો સમય 6.15 વાગ્યે, શૃંગાર આરતીનો સમય 8.15 વાગ્યે તથા શયન આરતીનો સમય સાંજે 7.15 વાગ્યે રહેશે અને મંદિર બપોરના 1 થી 3 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે દર્શન બંધ રહેશે.

નવરાત્રિ
જેવી રીતે નીચેના મંદિરમાં માતાજીના દર્શનનો સમય સવારથી સાંજ સુધીનો રહેશે એવી જ રીતે ઉપલા વાઘેશ્વરી મંદિરે પણ સવારના 6 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી માતાજીના દર્શન ખુલ્લા રહેશે. ઉપલા મંદિરમાં માતાજીની મંગળા આરતી 6.45 વાગ્યે, શૃંગાર આરતી 7.45 વાગ્યે તથા શયન આરતી સાંજે 6.45 વાગ્યે થશે તથા આઠમનો યજ્ઞ તા. 17 ને બુધવારના રોજ રહેશે. યજ્ઞનું બીડુ હોમવાનો સમય અનુક્રમે નીચલા અને ઉપલા મંદિરનો સાંજે 5.30 કલાકે અને બપોરના 12 કલાકનો રહેશે.

Also Read  : શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં રહેલા કન્ટેનરો હટાવી, શહેરને સ્વચ્છ બનાવવા તંત્ર કરી રહ્યું છે આ તૈયારીઓ…