આપડું જૂનાગઢ દ્વારા પ્રસ્તુત online cooking competitionમાં ભાગ લેનાર દરેક સ્પર્ધકોએ એકથી એક ચઢિયાતી વાનગી બનાવી છે. તમને દરેક વાનગીના નામ સાંભળીને જ તેના વિષે જાણવાની ખૂબ ઈચ્છા થઈ જશે અને તેની રેસીપી જાણવાની આતુરતા પણ તમે રોકી નહીં શકો. તેની પાછળનું મુખ્ય કારણ છે, દરેક રેસીપીની પોતાની આગવી ઓળખ.
આવી જ આગવી ઓળખ ધરાવતી વાનગી છે, “eggless donuts” અને “chocolate panipuri”. donutsથી તમે ઘણેખરે અંશે પરિચિત જ હશો અને મિત્રો, ચોકલેટ અને પાણિપુરીનું નામ સાંભળતા જ દરેકના મોઢામાં પાણી આવી જાય તે પણ સ્વાભાવિક છે, પરંતુ જો આ બન્ને એકસાથે જોવા મળે તો? જી હા, એકસાથે મતલબ કે એક જ વાનગીમાં આ બન્ને વસ્તુનો સ્વાદ મળી જાય, તો તો આંખ અને જીભ સાથે પેટને પણ અનેરો આનંદ મળે, સાચું ને? તો ચાલો આજે આ બન્ને વાનગીઓમાં શું શું ingredients વપરાય છે તે જાણીએ…
1) Eggless Donutsમાં વપરાતા ingredients:
- 1 cup મેંદાનો લોટ
- 1/4 cup દૂધ
- 1/4 cup ખાંડ
- 1/4 T. Spoon બેકિંગ પાઉડર
- 2 ચપાતિ બેકિંગ સોડા
- 1 ચપટી મીઠું
- 1 T. Spoon સફેદ વિનેગર
- 1/2 T. Spoon દહી
- 2 T. spoon of માખણ અથવા ઘી
- તળવા માટે તેલ
- 50 ગ્રામ ડાર્ક ચોકલેટ
- 75 ગ્રામ વ્હાઇટ ચોકલેટ
- 2 T. Spoon sprinkle
- 1 T. Spoon બારીક સુધારેલું ડ્રાઈ ફ્રૂટ
2) Chocolate Panipuri માં વપરાતા ingredients:
- 75 ગ્રામ ડાર્ક ચોકલેટ
- 75 ગ્રામ વ્હાઇટ ચોકલેટ
- 7-8 પાણિપુરી માટે વપરાતી પૂરી
- 2 T.Spoon માખણ અથવા ઘી
- 2-3 T.Spoon sprinkle
A. Filling માટે:
- 1 T. Spoon તકમરિયાના બીજ
- 1 T. Spoon ફાલૂદા સેવ
- 1 T. Spoon ચોકો ચિપ્સ
- 2 T. Spoon ટૂટી-ફ્રૂટી
- 1 T. Spoon બારીક સુધારેલું ડ્રાઈ ફ્રૂટ
- 1 ચેરી
- 1 T. Spoon જેલી
- 1 T. Spoon ગુલકંદ
- 1 Tpoon પાકી સુધારેલી કેરી
- 1 oreo બિસ્કિટ
- 1 scoop વેનીલા ice-cream
3) Milkshake બનાવવા માટે:
આશરે 1 લિટર દૂધ
6 Scoop વેનીલા ice cream
1 T. Spoon વેનીલા એસેસ્ન્સ
1 પાકી કેરી
1/2 T. Spoon કસ્ટર્ડ પાઉડર
1 T. Spoon કોકોઆ પાઉડર
3 બનારસી અથવા કલકતી પાન
1/2 T. Spoon ગુલકંદ
100 ગ્રામ ખાંડ
2 T. Spoon સ્ટ્રોબેરી સિરપ
1 T. Spoon ચોકલેટ સિરપ
Eggless donuts અને chocolate પાણિપુરીમાં વપરાતા ingredients વિષે તો આપણે માહિતી મેળવી, ત્યારે ચાલો હવે આ બંને વાનગીઓ કઈ રીતે બનાવવામાં આવે છે તેના માટે અહી દર્શાવેલ video પર એક નજર કરીએ અને ત્યારબાદ આ બંને વાનગીઓની મહત્વની બાબતો વિષે પણ ચર્ચા કરીશું.
Eggless donuts અને Chocolate Panipuriની મહત્વની બાબતો:
- Chocolateથી ભરપૂર આ બન્ને વાનગીઓ સ્વાદમાં શ્રેષ્ઠ છે અને દેખાવમાં ખૂબ જ આકર્ષક છે.
ઘરે બનેલા donuts eggless હોવાથી શુદ્ધ અને શાકાહારી હોવાની પૂરતી guarantee રહે છે. - chocolate પાણિપુરી થકી ચોકલેટ અને પાણિપુરીની સામૂહિક મજા માણી શકાય છે.
આ બંને વાનગી થકી દૂધ અને બીજા પોષક તત્વોનો ફાયદો મળી રહે છે. - પાણિપુરીનું એક અલગ જ સ્વરૂપ બનાવીને તમારી cooking skilને વધુ એક ડગલું આગળ વધારી શકો છો.
- મનોવૈજ્ઞાનિક તારણ મુજબ stress મટાડવા માટે ડાર્ક ચોકલેટ ખૂબ જ ફાયદાકારક છે, તો ચોકલેટ પાણિપુરી તમારા માનસિક સ્વાસ્થ્ય માટે પીએન ખૂબ ફાયદાકારક છે.
- નિશ્ચિત રૂપે આ બંને વાનગીઓને બાળકો ખૂબ પસંદ કરે છે, તો તેમને પણ ઘરમાં બનેલી સ્વાદિષ્ટ વાનગી બનાવીને આપી શકાય છે.
આ સાથે જ Dev Kitchen Hub દ્વારા પ્રસ્તુત કરવામાં આવતા આ “Online Cooking Competition”ને સફળ બનાવવા માટે Shobhanidhi Creation, Solidom અને Farm Fresh દ્વારા કરવામાં આવેલા સહયોગના અમે ખૂબ ખૂબ આભારી છીએ…
આ Recipeને vote કરવા માટે નીચેની link પર click કરો.
https://aapdujunagadh.com/cooking-competition/vote
Also Read : Wildlife Photowalk & Talks for the first time in Junagadh