Apple Pie અને Corn Spinach Tart બનાવવા માટે ક્યા ક્યા Ingredients વપરાય છે અને શું છે તેના ફાયદા?

Apple Pie

Apple Pie : આપડું જૂનાગઢ દ્વારા પ્રસ્તુત “Online Cooking Competition”માં સ્પર્ધકો દ્વારા વિવિધ નોખી અને અનોખી વાનગીઓ પ્રસ્તુત કરવામાં આવી છે. તેમજ આ સ્વાદસભર વાનગીઓ સ્વાસ્થ્યને પણ તરોતાજા રાખવામા મદદરૂપ થાય છે. આ વાનગીઓ તેમના સ્વાદ, સોડમ અને સ્વરૂપથી દરેકના મન આકર્ષિત કરી શકે છે.

Apple Pie

આ વાનગીઓ પૈકીની Apple Pie અને Corn Spinach Tart વિષે આજે તમને થોડી વાતો જનાવવી છે. તેના માટે સૌ પ્રથમ આ વાનગીઓમાં ક્યાં ક્યાં ingredients વપરાય છે તે જાણીએ અને સાથે જ આ વાનગીઓ કઈ રીતે બનાવાય છે તે માટેનો video પણ જોઈએ. ત્યારબાદ આ વાનગીઓ વિષેની અન્ય માહિતી અને ફાયદાઓ વિષે ચર્ચા કરશું.

1) Apple Pie માં Use થતાં Ingredients:-

(A) કણક બાંધવા માટે:- 

  • દળેલી ખાંડ 50 ગ્રામ
  •  માખણ 100 ગ્રામ
  •  મેંદાનો લોટ150 ગ્રામ
  •  દૂધ 50 મિ.લી.

(2) Filling માટે:-

  •  માખણ 40 ગ્રામ
  •  ખાંડ 40 ગ્રામ
  • તજનો પાઉડર 10 ગ્રામ
  • સફરજન 200 ગ્રામ

Apple Pie

 2)Corn Spinach Tartમાં use થતાં Ingredients:

(A) કણક બાંધવા માટે:- 

  • માખણ 60 ગ્રામ
  • મેંદાનો લોટ લોટ 135 ગ્રામ
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી 45 મિ.લી.

(2) Filling માટે:-

  • માખણ 10 ગ્રામ
  • ઘઉનો લોટ 10 ગ્રામ
  • દૂધ 60 મિ.લી.
  • મકાઇના દાણા 50 ગ્રામ
  • પાલક 50 ગ્રામ
  • મીઠું સ્વાદ અનુસાર
  • મરી સ્વાદ અનુસાર

આ બંને સ્વાદિષ્ટ વાનગીના ingredients જાણ્યા બાદ હવે તેને કઈ રીતે બનાવવી તે જાણવા માટે આ video પર એક નજર કરીએ અને તેના પછી આ બંને વાનગીઓ સ્વાસ્થ્ય માટે કઈ રીતે ફાયદાકારક છે? અને તેના સિવાયની બીજી ઘણી માહિતી મેળવીશું.

આ વાનગીના સ્વાસ્થ્યપ્રદ ફાયદાઓ અને અન્ય માહિતી:

  • સૌ પ્રથમ તો અહી જાણવા જેવી વાત એ છે કે, અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે તમે ઘરે રહીને જ સ્વાદથી ભરપૂર બે મઝેદાર વાનગીઓ બનાવી શકો છો.
  • ઓછી સામગ્રીમાં તમે બે વાનગી બનાવીને તેની મજા મણિ શકીએ છીએ.
     બાળકોને આકર્ષિત કરવા માટે આ બંને વાનગીનો દેખાવ જ પૂરતો થઈ રહેશે.
  • આજના બાળકો લીલા શાકભાજી ખાવાથી દૂર થતાં જાય છે, ત્યારે પાલક અને અન્ય વસ્તુઓને નવા રૂપરંગમાં પ્રસ્તુત કરવાથી બાળકોને લીલા શાકભાજી ખાવા માટે પ્રેરી શકાય છે.
  • આ બંને વાનગી તદ્દન સરળ રીતે બનાવી શકાય છે, છતાં પણ તેમનો દેખાવ અને સ્વાદ આપની રસોઈ કળાને એક નવી ઓળખ આપે છે.
  • ઓછા સમયમાં અને સીમિત સામગ્રીમાં બે વાનગીઓ બનાવીને નાસ્તા માટેની perfect dish બનાવી શકાય છે.

આ સાથે જ Dev Kitchen Hub દ્વારા પ્રસ્તુત કરવામાં આવતા આ “Online Cooking Competition”ને સફળ બનાવવા માટે Shobhanidhi Creation, Solidom અને Farm Fresh દ્વારા કરવામાં આવેલા સહયોગના અમે ખૂબ ખૂબ આભારી છીએ..

આ Recipeને vote કરવા માટે નીચેની link પર click કરો.

https://aapdujunagadh.com/cooking-competition/vote