Thummar Komal

    Topic 6: ખાડાગઢ

    નયન રમ્ય સુંદરતામાં કલંકરૂપી રસ્તાઓ લજવે છે જુનાગઢમાં,
    ઓ પ્રજા, હદ છે સહનશીલતા કેરી નાચ નચાવે વાહનોમાં,
    ચાંદ માં પણ ડાઘ છે એવું મન મનાવે ખાડાગઢમાં.
    —————X———-X—————-

    Topic 5 : તળાવની પાળ

    તળાવની પાળ પર બેસીને ગુજારેલી સોહામણી સાંજ એ યાદગાર,
    હાથ લઈ હાથમાં ગમતી વ્યક્તિનો, અહા પળ એ મજેદાર,
    ઝીલે પ્રતિબિંબ સાંજનું ‘ને માણસને પોતાનાથી કરતું એ માહિતગાર.
    —————-X—————X——————

    Topic 4: શિવ અને ગિરનાર

    ગિરનારની તળેટીમાં સ્થાન છે સોહામણું,
    ભયંકર એ ભોળાનું રુપ છો બિહામણું,
    શિવરાત્રીએ આવતાને કુંડમાં સમાવતા,
    હરહરના નાદ સાથે, અલગારી ભેખ ધરી,
    જીવને સમાવી દાસી મૃત્યુને સજાવતા.
    ———————–X———————–
    Topic 3: વિલીંગ્ડન ડેમ

    ખજાનો તું જૂનાગઢનો અમૃત સાચવી રાખે છે,
    નામ વિદેશી જોવામાં તું રાધાનો શ્યામ લાગે છે,
    પણ માપમાં રહેજે વ્હાલાં,
    બહુ છલકિશ નહીં તારાથી ડર લાગે છે.
    ———————–X———————–
    Topic 2: ચોમાસામાં ‘ચા’

    મહેક ભીની માટીની જ્યારે ઉકળતી ચાની સુવાસમાં ભળે છે,
    ટપકે અમૃત ઘરની બહાર‘ને અંદર ‘ચા’હતનો નશો ચડે છે.

    ———————X—————————-
    Topic 1: ચોમાસામાં ભવનાથ

    આતુર આવકારવા પ્રિયતમા વર્ષાને, પાથરી છે ઝાઝમ જોને લીલી વનરાઈએ,
    ઉર મહીં ઊગ્યું છે સ્વર્ગ સમું સૌંદર્ય, નીતરતી નાર સમો ગરવો શરમાઈને.