Siddharth Jethva

    Topic 7: જૂનાગઢની ઐતિહાસિક ધરોહર

    જંગલોની વચ્ચે રહેલ જટાશંકર,
    બોરદેવી,સરકડીયા, જીણા બાવાની મઢી, દામોદર કુંડ, બહાઉદ્દીન કોલેજ, સ્ટેશન ચોક, પ્રાચીન તેમજ અર્વાચીન મંદિરો, નદીઓ, ડેમ, નરસિંહ મહેતાનો ઇતિહાસ અને કુદરતની સાક્ષી કરાવે છે…
    ——————-X——————

    Topic 6: ખાડાગઢ

    રસ્તામાં પડેલાં ગાબડા જોઈને,
    વાહનું ઓળંગતા પૂછે છે આંધળા !
    ઝડપથી જવાની કયા છે,મજા
    બાંકડે બેસીને થાક ખાઈ લો,,
    આમ ય પડ્યા ને, અહીં પણ પડ્યા …
    ————–X————-

    Topic 5 : તળાવની પાળ

    એકાંતની દુનિયામાં જીવનાર,
    કે પોતાની જાત સાથે રમનાર,
    પરમ શાંતિ મેળવનાર,
    કે વૃક્ષોની સામે મનમાં
    રહેલી વાતો કહેનાર,,
    શું? બધું જ ભૂલી તળાવની પાળ,
    એ જોયેલા પ્રશ્નોને શોધનાર …
    —————X—————

    Topic 4: શિવ અને ગિરનાર

    ગુંજે છે અખંડ બ્રહ્માંડનો નાદ,
    સાધુ સંતો સાથે ભજનનો પ્રસાદ,
    તેત્રીસ કોટી દેવતાઓનો સાદ,
    પ્રકૃતિમાં કંડારેલી કૃતી સમક્ષ,
    ભવનાથની સાક્ષીએ રહેલો ગરવો ગઢ ગિરનાર

    ————-X—————-

    Topic 3: વિલીંગ્ડન ડેમ

    ઘણી બધી વાતોથી ઘેરાયેલો છું,
    લોકોની એકલતામાં સમાયેલો છું,
    નિહાળવામાં જ ઊંડાણથી મપાયેલો છું,
    પાણી સાથે પથ્થરોથી પણ ઢસડાયેલો છું…

    ————-X—————-
    Topic 2: ચોમાસામાં ‘ચા’

    ટપરીની પ્યાલી આજે લાગે પ્યારી,
    હાથે રાખતા બને,એ તો જીવથી યે વ્હાલી,,
    બુંદોમાં મહેકતી કરતી ઓળઘોળ,
    ઘૂંટડાઓથી ભરીને ફરતી તરબોળ,,
    યાદો સાથે રહીને પળને જીવાડતી,
    તસ્વીરે તરતી એ આંખોમાં રહેતી..

    ————-X—————-
    Topic 1: ચોમાસામાં ભવનાથ

    આભે ઝરમર છાંટ, વાદળોની હરિયાળી,
    જપ તપ અલખ, જોગીની જટાએ ગીરનારી