અવસર મળે’તો વિલીંગ્ડન ડેમે એક સાંજ વિતાવું,
પ્રકૃતિ મહેરબાન છે જ્યાં એ શહેર તમને બતાવું!
વનરાજ પણ જે જળ પીવે,
એ ખુમારીવાળું જળ પણ તમને પીવડાવું!
—————–X——————
Topic 2: ચોમાસામાં ‘ચા’
વરસતાં વરસાદમાં બીજું તો શું જોઈએ?
એક તો ચા અને સાથે તું જોઇએ!
ભીંજાયેલી લાગણીઓને હૂંફ આપવા શું જોઈએ?
એક તો ચા અને સાથે તું જોઇએ!