Rinku khanvani

    Topic 7: જૂનાગઢની ઐતિહાસિક ધરોહર

    આ અણધારી જિંદગીમાં
    બનાવી લઉં યાદો
    હૈયું ભરી જઈ આવું એવા સ્થાને
    જેને નિહાળી, જીવી લઉં મનભરી
    એજ ક્ષણે આવે વિચાર ફરી ફરી
    એકવાર ફરી આવું જૂનાગઢ
    જે છે ઐતિહાસિક નગરી
    ————-X—————-

    Topic 5 : તળાવની પાળ

    બોલતી તારી ખામોશીને વહેતું તારું પાણી
    જે જોઈ મને લાવ્યું તારી ઓર તાણી
    જ્યારે બેસ્યો હું મારા દુઃખની સંગાથે
    મળ્યું સુકુન મને આ તળાવની પાળે…