Renuka bhuva

    Topic 6: ખાડાગઢ

    ગિરનારની ગોદમાં વસતું
    નરસૈંયાની યાદો મા રમતું
    આમ તો છે આ ગિરિનગર, જુનાડું, જુનાગઢ
    પણ દયા છે JMC ની જેના સહકારે બનાવ્યું આને ખાડગઢ

    ——————-X—————–

    એની પગદંડીમાં જાણે પાંગરે હેમ એના નીરમાં
    જાણે વહેતો પ્રેમ દાતારની ગોદમાં
    વસતો એમ માતાની ગોદમાં બાળક જેમ
    એવો છે મારો વિલીંગ્ડન ડેમ

    —————-X——————–

    Topic 1: ચોમાસામાં ભવનાથ

    વરસતા વરસાદમાં તારે મન હશે એ ભવનાથ,
    મારે મન તો એ જ સ્વર્ગને એ જ સુંદરતાનો પર્યાય!