Parth KB Patel

    Topic 7: જૂનાગઢની ઐતિહાસિક ધરોહર

    અહીં ચોરો,મકબરો અને ધરો છે,
    કોટ, ગિરનાર અને નાથ ભોળો છે .
    અહીં રા’ રખાય , ચેલૈયો પીલાય છે,
    એટલે જ જૂનાગઢનો જય જયકાર થાય છે.
    —————-X——————-

    Topic 6: ખાડાગઢ

    અહીં ઢોર ઢાખર અને પાડા છે ,
    પણ હજુ કોર્પોરેશન વાળા બાડા છે .
    કેટલાય ને શરીરે હજુ પાટા છે ,
    છતાં અમર જૂનાગઢ નાં ખાડા છે
    ————X————–

    Topic 5 : તળાવની પાળ

    રાહદારીની રાહ છે નરસિંહ તળાવ
    આથમતાની આશ છે નરસિંહ તળાવ
    દુઃખ-દર્દની કસોટીને સોટી વાગે છે અહીં
    જૂનાગઢ નામક મુગટનું મોતી છે નરસિંહ તળાવ