વરસાદ સમયે ચાની ચુસકી એટલે,
જીવતા જીવત સ્વર્ગનો આનંદ
ઠંડકમાં આનંદનો અનુભવ,
અને શ્વાસોમાં પ્રકૃતિની ખુશ્બુ.
એટલે જ તો ચાને અષાઢનું અમૃત કહેવાય.
અષાઢના પડેલા વરસાદને કારણે કેવું લાગે ભવનાથ,
આહલાદક, અનેરૂ અને મનમોહીલુ,
છેલ છબીલુ અને રૂપાળું ભવનાથ
ગિરનારની ગોદમાં રહેલું અમારું ભવનાથ,
સોરઠની શાન એવું આપણું ભવનાથ..