Nirav Ramani

    પહેલા વરસાદમાં હવામાં છે મહેક માટીની,
    નશો આવે જ્યારે હોય ભેગી સુગંધ ચાની.
    તડકા પછી ધરાને આશ હોય વરસાદની
    પલળ્યા પછી બસ તલબ છે ચાની.

    —————-X————-

    ભવનાથના ખોળે ખીલેલી કુદરત!
    મહાદેવને અભિષેક કરતા ઝરણાઓ!
    આંખો ઠારતી લીલીછમ ગિરિમાળાઓ!
    વરસાદમાં ભીંજાતા જૂનાગઢવાસીઓ!
    ટૂંકમાં ચોમાસામાં ભવનાથ એટલે સ્વર્ગનું સમાનાર્થી.