Meet D. Patel

    Topic 7: જૂનાગઢની ઐતિહાસિક ધરોહર

    અતુલ્ય રૈવતક, નગર જૂનાણું,
    ઉપરકોટ ગઢ‌, બૌદ્ધ ગુફાઓ, શાંતિ સ્તુપો,
    સાવજનું ગર્જન, મોરનો ટહુકો, ગૌમાતા સંગ વિચરતો,
    શૌર્ય ગાથાઓ, શીલાલેખ સમ્રાટના,
    ભૂમિ કવિઓ-ભક્તોની, એજ કુદરતનું આંગણું,
    ગર્વથી કહો જૂનાણું અમારું.
    ————X——————-

    Topic 5 : તળાવની પાળ

    યાદોમાં ક્ષણિક, માર્ગ અતિ ખાસ;
    વાયુ સ્પર્શે જળ સંગ આકાશે અલૌકિક પ્રકાશ;
    નરસૈંયાના નામે, જે તળાવની પાળ;
    પંખીડા નિવાસી કે‌ હો પરદેશી દ્રશ્યમાન અતિ ખાસ.

    ——————-X———————

    Topic 4: શિવ અને ગિરનાર

    શિવ પ્રાણને પ્રકૃતિમાં ઉમા,
    બિરાજમાન કૈલાશે છે ઘર હીમાલયમાં,
    માસ શ્રાવણ કે હો શિવરાત્રી,
    ભક્તો કાજે મહાદેવ ગીરનાર મહાલયમાં.

    ————-X—————

    Topic 2: ચોમાસામાં ‘ચા’

    હવા હોય નર્મી કે ભલે હો ગર્મી,
    અંતરની ઉર્મી, એક ને ખુદથી તો જોડેલા’ને જોડતી રાહ,
    પ્રેરણા પ્રેમ ચ્હા, એતો સૌની સાથી
    મારે મન નિઃસ્વાર્થી એક કડક હુંફાળી ચા.