Topic 4: શિવ અને ગિરનાર
ઈચ્છાઓ સઘળી બિલપત્ર, સમી કરું તને અર્પણ,
શ્રદ્ધા વહેતી દુગ્ધ ધારા, શિવજી! ધરું તારે ચરણ.
જીવન સુવાસિત ચંદનમાળ‘ને મેળો મરણ ભવનાથે
ધન્ય ધન્ય ગિરિવાસી અમ આતો કાશીનું છે દર્પણ.
—————X——————
Topic 2: ચોમાસામાં ‘ચા’
લીલોતરીએ મચાવી છે વાંછટોની લૂંટ,
ઉમળકાને મળી ગઈ છે હરખથી છૂટ,
શબ્દો નીતરે એવી લિજ્જતથી કાવ્યમાં,
માનો અષાઢી સાંજે ઉતરે કંઠે ચાના ઘૂંટ..
—————X——————-
Topic 1: ચોમાસામાં ભવનાથ
ફોરાંઓના તાલે છેડે રાગ અલખનો વાયરો,
તળેટીમાં જો’ને ભેરુ! જામ્યો મેધોનો ડાયરો.
 
		


















