Mahek Dholakiya

    મન મૂકી વરસ્યો મેહૂલો, ભીંજવી ગયો તન-મન,
    ધ્રૂજતાં જોઉં ઊકળતી “ચા”ને, મારે મન સમુદ્રમંથન,
    ઘૂંટડો લીધોને પામી ગઈ અમૃત, હૂંફ મળી જાણે “મા”નું આલીંગન!

    —————–X———————–

    લઈ શિવજીએ જટામાં ગંગા, તાર્યો જેમ ભગીરથ,
    સમાયો વરસાદ ગિરનારી જટામાં, તરબોળ થયું તીરથ,
    પહોંચી તળેટીને સમજાયો, સ્વર્ગનો સાચો અર્થ!