Topic 7: જૂનાગઢની ઐતિહાસિક ધરોહર
રંગીલું કાઠીયાવાડને જૂનું જૂનાણા ગામ,
આ ઐતિહાસના તરંગનું છે સ્વર્ગ ધામ,
ઉપરકોટના દિવાલ મહિ બેઠી સતી રાણકદે,
અરે જૂનાણાની વાત શું કહું, જેની ચર્ચા દસે દિશે!
—————X—————–
Topic 5 : તળાવની પાળ
નરસિંહ નગરીનો કેવો મિલાપ,
તું રંગ છાટ ગુલાબી, થાય નિલા ગગન,
સંધ્યા ખીલે સાંજની, તળાવ મોહી રંગ,
આ પાળ છે રૂડી, દુઃખોનો એ અંત !
—————–X——————-
Topic 4: શિવ અને ગિરનાર
નિરાકાર શિવનો આકાર તું,
જગદંબા દેવી અંબા તું,
તું હિમાલય તણો તાત,
તું સોરઠનો સરતાજ,
તું જ ગિરીવર ગિરનાર!
—————X—————
Topic 3: વિલીંગ્ડન ડેમ
ગિરનારની ગોદમાં ખેલાય,
સોનરખના વહેતા નીરને ઝીલાય,
જુનાણાની સાંજ જ્યાં જણાય,
ત્યાં પ્રકૃતિ સાથે રમાય,
એવો વિલીંગ્ડન ડેમ કેમ ભૂલાય!
————-X—————–
Topic 2: ચોમાસામાં ‘ચા’
તને યાદ કરું હું ચોમાસાની પળોમાં,
તું કડક પણ હૃદયની હૂંફ ખરી.
તું મીઠી ગઝલ હું એનો શાયર,
એટલે જ આ ચા પર છું હું કાયલ.