Topic 4: શિવ અને ગિરનાર
અનેક ઘટાઓથી ઘેરાયેલો હોવા છતાં,
ગિરનાર નિરાકાર છે…
જીવની તપસ્યામાં બળતા શવનો પણ,
શિવ એકજ આધાર છે…
—————X—————-
Topic 2: ચોમાસામાં ‘ચા’
કુદરતને ખોજવા તો ખજાનો જોઇએ,
બાકી વરસાદને તરસવા તો ચાનો પ્યાલો જ મજાનો જોઈએ…
————X—————-
Topic 1: ચોમાસામાં ભવનાથ
કોરી માટીને ભીંજવવા,
વાદળનો વિરહ વરસ્યો છે…
લાગે છે મેહના પ્રણય ને,
વિસામો ભવનાથનો મળ્યો છે…