Gohel Vivek

    Topic 7: જૂનાગઢની ઐતિહાસિક ધરોહર

    દામોદર કુંડ અને સુદર્શન તળાવ,
    ગર્વથી ઊભેલો ઉપરકોટ કિલ્લો,
    અશોક શિલાલેખ અને ખાનનો મકબરો ,
    જોઈને મન મોહે અને યાદો દિલમાં વસે ઈ જૂનાગઢની ધરોહરો.
    ——————-X—————X———–

    Topic 6: ખાડાગઢ

    થાય ચોમાસા માં અવિરત વરસાદ અને થતું ઈમાનદારી નું વધ ,
    થતું ભષ્ટ્રાચાર નો પર્દાફાશ અને શહેર બની જતું ખાડાગઢ….
    ——————X—————–X———-

    Topic 5 : તળાવની પાળ

    ચાલ મુક ફોનને ચાલ વ્હાલા,
    યાદ સેને મૂકતા દફતરને મારતા ઘરને તાળા,
    ભૂલી જતાં દુઃખ-દર્દ જ્યારે જતા તળાવની પાળે પગપાળાં..
    ——————–X——————–

    Topic 3: વિલીંગ્ડન ડેમ

    ચોમાસામાં ખીલી ઉઠે એની સુંદરતા’ને કરવા આવે વનરાજ ઈના દર્શન,
    સ્થાન ઇનું પ્રકૃતિનો ખોળો; ‘ને જાણે સંગ્રહાયેલું ઈમાં
    સખી દાતારનું ચરણ ધોયેલું અમૃત પાણી..