Dr. Shraddha Sakariya

    કાળવાને કિનારે
    લીલોતરીનો શમિયાણો,
    ઉગતા,આથમતા સુરજે
    કુદરત કામણગારો,
    માદક નીલ નીરે
    મેઘલ શરમાણો,
    અદ્ભુત લાવણ્યતાએ
    તેજ ભરમાણો,
    દાતારની તળેટીયે
    વિલિંગ્ડન ડેમ રમ્યાણો!!!

    ————-X——————

    Topic 2: ચોમાસામાં ‘ચા’

    ગિરનારની ટોચ પર ટહુકતા વાદળોમાં,
    વરસતા મેવલિયાથી મહેકતા માહોલમાં,
    ઢળતી સાંજની વિખરાતી સુરખીમાં,
    બસ!! ચાહ તો “ચા”ની ચુસ્કીમાં.

    ————-X—————————

    Topic 1: ચોમાસામાં ભવનાથ

    ચોમાસામાં ભવનાથ એટલે સોળે કળાએ ખીલીને સાક્ષાત પ્રકૃતિ માતાએ મહાદેવ માટે આખા સ્વર્ગને દેવલોકમાંથી આપણા જૂનાગઢમાં ઉતાર્યું હોય એવું લાગે છે!