નિંદ્રા ભરેલી આંખોમાં તાજગીનો અહેસાસ જાગે
“ચા” તને પીધા પછી જિંદગી એક જમાવટ લાગે
વ્યસ્તતામાં તારી ચુસ્કી મીઠો આરામ લાગે
“ચા” આ વરસાદમાં તું સૌને કેવી વ્હાલી લાગે
કુદરતની નવરાશ, ઝરણાંનો ઝણકાર, હૃદયનો અવસર, મૌનનો સંવાદ,
મૌસમનો થનગનાટ એટલે ચોમાસામાં ભવનાથ.
ભીતરનો ઉજાસ, જીવનનો અણસાર, આંખની લીલાશ, વાદળોની ભીડ,
વાતાવરણનો ઊત્સવ અને જૂનાગઢનો ધબકાર એટલે ચોમાસામાં ભવનાથ.