Topic 5 : તળાવની પાળ
હોસ્પિટલનો ત્રીજોમાળને સામે “તળાવની પાળ” છે,
ખભે જવાબદારીને દિલમાં એક અરમાન છે;
કાશ સમય લઈને બે ઘડી ત્યાં બેસી શકાત,
પણ હમણાંતો બસ દૂરથી જ નિહાળાય છે…
—————–X——————-
Topic 4: શિવ અને ગિરનાર
શ્રાવણને સોમવારે,
સતીને સથવારે,
શિવને ભજવાને,
ચાલો રે ગિરનારે…
—————X——————-
Topic 3: વિલીંગ્ડન ડેમ
કોણ કહે છે કે, આ માત્ર ડેમ છે,
આ તો જૂનાગઢવાસીઓનો “પ્રેમ” છે…