Ami Mehta Raval

    ચોમાસાની સાંજ હોય,
    હાથમાં ‘ચા’ ની પ્યાલી હોય,
    આદુંનો સ્વાદ’ને એલચીની મહેક હોય,
    બસ એક ચુસકી ભરોને સાંજ થનગની ઉઠે…

    ————-X———————

    વરસાદની બુંદો પડી,
    બેઠો થયો ગીરનાર આળસ મરડી,
    બચાવવા ભોળાનાથને વરસાદથી,
    ઓઢી લીલીછમ ચાદર,
    બે-પાંચ ડગલાં આગળ ભરો,
    ત્યાં તો દેખાયો દામોદર કુંડ,
    સંગ્રહીને બેઠો ગીરનારના જળ ને,
    કરાવતો પવિત્ર સ્નાન.