Topic 7: જૂનાગઢની ઐતિહાસિક ધરોહર
જૂનો ગઢ ગિરનારને નરસૈયાનો ચોરો
દાતારની છે દુવાને જટાશંકરમાં ભોળો.
મકબરાની શાન, ‘ને દિવાની કચેરી,
ઈતિહાસથી રચાયેલી શહેરની કેડી.
ઉપરકોટનો કિલ્લોને નરસિંહ સરોવર,
ઐતિહાસિક છે જૂનાગઢની ધરોહર.
————-X————-
Topic 2: ચોમાસામાં ‘ચા’
અનોખી બને શહેરની સોડમ,
જ્યારે એક થાય ચા અને વરસાદની મોસમ
જેમ બાળક માટે રવિવારની રજા,
એમ વરસતા વરસાદમા ચા ની મજા.
ધરાને વર્ષામાં રાહત
ચોમાસે ચાની ચાહત.