Topic 6: ખાડાગઢ
તંત્ર એ આપ્યું પ્રજા ને સેવાનું લોલીપોપ,
ત્યારે પડ્યો ખરાબ રસ્તાઓ નો પ્રકોપ,
જ્યારે રસ્તા ના સિમેન્ટ માં ભેડવાયું ભ્રષ્ટાચાર,
ત્યારે જૂનાગઢ બન્યું ખાડાગઢ.
—————X——————-
Topic 5 : તળાવની પાળ
ચાલતો હોય જીવનમાં ગમે તેવો કાળ,
વ્યાકુળ વિચારોને રાહત મળે,
એ જગ્યા એટલે તળાવની પાળ,
જ્યાં આજે પણ સંભળાય છે નરસૈયાની કરતાલ,
એ જગ્યા એટલે તળાવની પાળ…
—————X———————
Topic 2: ચોમાસામાં ‘ચા’
વરસાદ સ્પેશિયલ બનાવે એ ચા,
સૌરાષ્ટ્રીયન હોવાની ઓળખ અપાવે એ ચા,
ટપરી પર ઉધાર રાખવાનું કારણ એ ચા,
બધી તકલીફમાં હૂંફ આપે એ ચા,
આત્મા તૃપ્ત કરાવે તે ચા.