શિખગુરુ ગોવિંદસિંહજીનો જન્મ 22 ડીસેમ્બર, 1666 ના રોજ પટના સાહિબમાં શ્રીતેગ બહાદુરજીના ઘેર માતા ગુજરીજીની કૂખે થયો હતો. શ્રી તેગબહાદુરજી, એ સમયે શીખોના પ્રચાર માટે દેશનું ભ્રમણ કરી રહ્યા હતાં. એમણે પોતાના પરિવારને પટના સાહેબમાં રોકાણ કરવા કહ્યું અને સ્વયં આસામ તરફ ચાલ્યાં ગયા. ગુરુજી જ્યારે બાંગલાદેશ પહોંચ્યા, તો એમને ગુરુ ગોવિંદસિંહજીના જન્મની સુચના મળી. શ્રી ગુરુ ગોવિંદસિંહજી નાની ઉંમરનાં હતાં, ત્યારે જ તેગબહાદુરજીએ શ્રી આનંદપુર સાહિબ આવીને પરિવારને બોલાવી લીધો!જે સમયે ગુરુ ગોવિંદસિંહજીનો જન્મ થયો, એ સમયે મુગલ બાદશાહ ઔરંગઝેબનું રાજ્ય હતું. એમની શાહી સેના ભારતીય જનતા પર બહુજ જુલમ કરતી હતી અને એમના દેશભરમાં પોતાનાં બધાજ સુબેદારોને આદેશ આપ્યો કે, હિન્દુઓના બધાંજ મંદિરો તોડી નાંખો. એ સમયે કાશ્મીરના ગવર્નર ઇફ્તિખાર ખાન હતાં. જેમણે બાદશાહના આદેશોને લાગુ કરવાનું નક્કી જ કરી લીધું હતું. કાશ્મીરમાં મંદિર પાડવાં લાગ્યા અને હિંદુઓને ધર્મ પરિવર્તન કરવા મજબૂર કરવા માંડ્યા!એવી નાજુક સ્થિતિમાં જયારે કાશ્મીરી પંડિતોના એક દળે તેગબહાદુરજીને સહાયતાની યાચના કરી, ત્યારે પુત્ર ગોવિંદસિંહે પિતાને કહ્યું કે,” પિતાજી ધર્મની રક્ષા માટે આપથી મોટો મહાપુરુષ કોણ હોય શકે?” આવી રીતે હિન્દુસ્તાનમાં હિંદુ ધર્મની રક્ષા માટે શ્રી ગોવિંદસિંહજીને બાળઉમ્રમાં જ પોતાના પિતાજીને દિલ્હી તરફ રવાના કર્યા. એ પછી ઔરંગઝેબના આદેશ પર શ્રી તેગબહાદુરજીને શહીદ કરી દીધાં!ગુરુજીની શહીદી ઉપરાંત શ્રી ગુરુ ગોવિંદસિંહે બધાં શિખોને શસ્ત્રધારણ કરવાં તથા સારાં ગોળાઓ રાખવા માટે એક આદેશ જારી કર્યો, જેવી રીતે શ્રી અર્જુનદેવજીની શહીદી પછી શ્રી ગુરુ હરગોવિંદ સાહિબજીએ કર્યો હતો! પિતા ગુરુ તેગબહાદુરજીની શહાદત પછી ગોવિંદરાયને નવ વર્ષની ઉંમરમાં 11 નવેમ્બર, 1675 માં વિધિવત રૂપે ગાદી પર બેસાડવામાં આવ્યા. એના પછી સૌથી પહેલાં ગોવિંદરાયે પોતાના નામની સાથે સિંહ જોડી દીધું અને સમસ્ત શિખોને પોતાનાં નામની પાછળ સિંહ જોડવાનું કહ્યું!ખાલસા પંથની સ્થાપના
ગુરુ ગોવિંદ સિંહ દ્વારા ઇ.સ.1699 માં ખાલસા પંથની સ્થાપના કરવામાં આવી. ખાલસા શબ્દ શુદ્ધતાનો પર્યાય છે. અર્થાત જે મન, વચન અને કર્મથી શુદ્ધ છે અને સમાજ પ્રતિ સમર્પણનો ભાવ રાખતો હોય, એજ માણસ ખાલસા પંથનો સ્વીકાર કરી શકે છે. એમણે પંજ પ્યારની નવી વાત કરી. પંચ પ્યારે દેશના વિભિન્ન ભાગોમાંથી આવેલાં સમાજની અલગ-અલગ જાતિઓને સંપ્રદાયનાં પાંચ બહાદુર લોકો હતા. જેમને એક કટોરામાં પ્રસાદ પીવડાવીને શિખો વચ્ચે સમાનતા અને આત્મસમ્માનની ભાવના જાગૃત કરી અને એકતાના સૂત્રમાં બાંધવાની કોશિશ કરી. એમણે કહ્યું કે,“મનુષ્ય જાતિ બધી એકજ છે.” એક ધર્મસભા દરમિયાન તેઓએ કરેલ નિર્દેશ પર શીખ માટે ખાલસા પંથના પ્રતીકરૂપે કેશ, કાંસકો, કિરપાણ, કચ્છો અને કડા અનિવાર્ય થયો હતો.શ્રી આનંદપુર સાહિબમાં રહેતાં રહેતાં પહાડી રાજાઓ સાથે ગુરુજીએ લડાઈ ચાલુ રાખી, ત્યારે જીત હંમેશા ગુરુજીની જ થતી હતી. ઇ. સ.1704 માં ગુરુજીએ શ્રી આનંદપુરનો કિલ્લો છોડી દીધો. જેના કારણે ગુરુજીનો આખો પરિવાર વિખરાઈ ગયો. ચમકૌર સાહિબની બે કાચી ગલીમાં ગુરુજીએ પોતાના 40 સિંહો સાથે 10 લાખની મુગલસેનાનો સામનો કર્યો. જ્યાં ગુરુજીના બે મોટાં પુત્રો બાબા અજીતસિંહ તથા બાબા ઝુઆરસિંહ શહીદ થયાં!ગુરુજીના નાના દીકરાઓ બાબા જોરાવરસિંહ તથા બાબા ફતેહસિંહજીને સરહિંદના વજીરખાનનાં આદેશથી જીવતાં દીવાલોમાં ચણી દીધાં પછીથી બાબા ચંદાસિંહે નાંદેડનાથી પંજાબ જઈને સાહીબજાદાઓનો બદલો લીધો. ગુરુજીએ સાબોની તલવંડીમાં શ્રી ગુરૂગ્રંથ સાહિબને પુન: સંપાદન કર્યો તથા પોતાનાં પિતાશ્રી તેગબહાદુરજીની વાણીને અલગ-અલગ રાગોમાં દર્જ કરી.
Also Read: Swami Vivekananda Vinay Mandir
ગુરુ ગોવિંદસિંહજીના અંતિમ દિવસો
ઇ. સ.1707 માં ગુરુ ગોવિંદસિંહ મહારાષ્ટ્રના નાંદેડ ગયાં. જ્યાં એમણે માધોદાસ વૈરાગીનો અમૃત સંચાર કરીને બાબા બંદાસિંહ બહાદુર બનાવ્યા તથા જુલ્મનો સામનો કરવા માટે એમને પંજાબ તરફ મોકલ્યા. નાંદેડમાં બે વિશ્વાસઘાતી પઠાણોએ ગુરુજી પર છુરાથી વાર કરી દીધો. ગુરુજીએ પોતાની તલવારથી એક પઠાણને તો ત્યાંને ત્યાં જ ઠાર કર્યો, જ્યારે બીજો શિખો દ્વારા માર્યો ગયો! ગુરુ ગોવિંદસિંહજીના જખ્મો ઘણાં ઊંડા હતાં, તેથી તેઓ 07 ઓક્ટોબર, 1708 માં જ્યોતમાં સમાઈ ગયા તથા શ્રી ગુરુગ્રંથ સાહિબની ગુરુપદી આપી ગયાં.
માહિતી: ઈન્ટરનેટ
#TeamAapduJunagadh