Pizza Cup, Cheese Cake અને Chatapata Saladમાં ક્યા ક્યા ingredients વપરાય છે? અને શું છે તેની ખાસિયત?

Pizza Cup

આ લોકડાઉનમાં ઘરે બેઠા બેઠા બજારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાનો મોકો તો તમે જવા જ નહિ દીધો હોય! તેમાં પણ સમગ્ર લોકડાઉન દરમિયાન એકવાર તો પિઝા બનાવવાની try તો કરી જ હશે ને? તો ચાલો આજે આપડું જૂનાગઢ દ્વારા પ્રસ્તુત “online cooking competition”માં બનાવવામાં આવેલ પિઝાને સંબંધિત વાનગી વિષે થોડી ચર્ચા કરીએ અને pizzaને માણ્યા બાદ કઈક desert તો બનાવવું જ પડે ને? તો સાથે જ cheese cake વિષે પણ ચર્ચા કરી લઈએ.

online cooking competitionમાં બનાવવામાં આવતી દરેક વાનગી કઈક અલગ જ તરી આવતી હોય છે, આવી વાનગીઓમાં એક વાનગી છે, “Pizza Cup”. પિઝા નામ આવતા જ લોકડાઉન પહેલાના દિવસો યાદ આવી જાય અને મિત્રો તેમજ પરિવારના સભ્યો સાથે મોજથી માણેલા એ પિઝા પણ યાદ આવી જાય, સાચું ને? પરંતુ અહી માત્ર pizza cup જ નહિ પણ પિઝા પહેલા starter તરીકે વાપરવામાં આવતા chatapata salad અને પિઝા બાદ પેટને ઠંડુ પાડવા માટે વપરાતા desertની રેસીપી પણ જાણવાની છે. સાથે જ તેમાં શું ingredients વપરાય છે અને આં ત્રણેય વાનગીઓની શું ખાસિયત છે તે પણ આજે અહી જાણીશું.

1. Pizza Cupમાં use થતાં ingredients:

  • તેલ
  • ગાજર
  • કોબી
  • ડુંગળી
  • કેપ્સિકમ
  • પીઝા સીઝનિંગ
  • ચિલિફ્લેક્સ
  • ચીઝ
  • મીઠું
  • મરી પાવડર
  • બ્રેડ
  • લસણ પેસ્ટ
  • ટોમેટો સોસ

2. Cheese cakeમાં વાપરવામાં આવતા ingredients:

  • ઓરીયો બીસ્કીટ
  • કન્ડેન્સ્ડ મિલ્ક
  • માખણ
  • અમુલ ગોલ્ડ દુધ
  • લીંબુ
  • વેનીલા એસેન્સ
  • મીઠું

3. Chatapata Saladમાં વાપરવામાં આવતા ingredients:

  • રાજમાં
  • ચણા
  • મગ
  • સીંગદાણા
  • સફેદ ચણા
  • કેપ્સિકમ
  • ડુંગળી
  • ટમેટા
  • તીખા મરચા
  • કોથમીર
  • ચાટ મસાલો
  • ગરમ મસાલો
  • ચીલી ફ્લેક્સ
  • ઓરેગાનો
  • મીઠું
  • પનીર
  • દાડમ
  • ફુદીનો
  • મરી પાવડર

તદ્દન સ્વાસ્થ્ય પ્રદ વસ્તુઓ સાથે બનાવવામાં આવતી આ ત્રણેય વાનગીના ingredients જાણ્યા બાદ આ સ્વાદિષ્ટ વાનગીઓ કઈ રીતે બનાવવામાં આવે છે, તે જાણવા માટે એકવાર આ video પર નજર કરી લઈએ અને ત્યારબાદ આ મનમોહક વાનગીઓની ખાસિયત અને સ્વાસ્થ્ય પર તેના શું ફાયદા થાય છે, તેના વિષે માહિતી મેળવીશું.

Pizza Cup

  • સૌથી પહેલા તો આ વાનગીઓ થકી તમને ઘરે બેસીને જ રેસ્ટોરન્ટની મજા માણવા મળશે.
  •  બાળકોને જો પિઝા ખાવાની ઈચ્છા હોય, તો તમે ઘરની વસ્તુઓમાથી ટૂક સમયમાં જ તેમના માટે pizza 
    cup જેવી સ્વાદિષ્ટ વાનગી બનાવી શકો છો.
  •  Cheese cake બનાવીને તમે બાળકોને તેમજ ઘરના અન્ય લોકોને દૂધ અને માખણ જેવા પૌષ્ટિક આહારનો લાભ આપી શકો છો.
  •  નખ અને વાળની સંભાળ માટે પ્રોટીન ખૂબ આવશ્યક છે તેથી જ chatapata salad થકી તમે પ્રોટીનના સૌથી મોટા સ્ત્રોત એવા કઠોળનો સ્વાદ માણી શકો છો.
  •  આ તમામ વાનગીઓ ઘરની સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓથી બનાવવામાં આવતી હોવાથી, તે પોષણનો ભરપૂર ભંડાર ધરાવે છે.
  •  આધુનિક સ્વાદ સાથે પૌષ્ટિક આહાર બનાવવા માટે આ ત્રણેય વાનગીઓ એક perfect combination પુરવાર થઈ શકે છે.
  •  તો ચાલો, ફટાફટ આ ત્રણેય વાનગીઓ બનાવીને ઘરના સભ્યો પાસેથી વખાણ સાંભળવા માટે તૈયાર થઈ જાઓ.

Pizza Cup

આ સાથે જ Dev Kitchen Hub દ્વારા પ્રસ્તુત કરવામાં આવતા આ “Online Cooking Competition”ને સફળ બનાવવા માટે Shobhanidhi Creation, Solidom અને Farm Fresh દ્વારા કરવામાં આવેલા સહયોગના અમે ખૂબ ખૂબ આભારી છીએ…

Also Read : જિલ્લા વહીવટી તંત્ર અને જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા ગરીબ કલ્યાણ મેળા નું જૂનાગઢ માં આયોજન

આ Recipeને vote કરવા માટે નીચેની link પર click કરો.

https://aapdujunagadh.com/cooking-competition/vote