ClassBazar : કોરોનાની મહામારી વચ્ચે આપણે સૌ ઘરે બેસીને જ લડાઈ લડી રહ્યાં છીએ, ત્યારે કંટાળો અનુભવાતો હશે એ તો સ્વાભાવિક છે! કેટલાય લોકો આ કંટાળાથી દૂર રહેવા અવનવી પ્રવૃત્તિઓ સાથે જોડાઈ ગયા હશે! ત્યારે આપણને મળેલા આ સમયનો સદ્દઉપયોગ થાય તે માટે આજે આપણે એક એવા માધ્યમ વિશે વાત કરીશું જેના દ્વારા તમે તમારા વ્યવસાય ધંધાને વધુને વધુ ગ્રાહકો કે લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકાય તે જાણી શકશો.
ચાલુ વર્ષે માર્ચ મહિનાના મધ્યકાળથી જ 40 લાખથી વધુ કર્મચારીઓ ઘરે બેસીને કામ કરી રહ્યાં છે, જેને વર્ક ફ્રોમ હોમ કહેવામાં આવે છે. ભારત દેશમાં કેટલીય એવી નોન આઇટી કંપની અને બીજા નાના વ્યવસાયિક એકમો છે, જેના માલિકો કે કર્મચારીઓ ઓનલાઈન કાર્ય કે તેના માટે જરૂરી સાધનોને ચલાવવા માટે અસક્ષમ છે. ત્યારે Class Bazar નામનો આ કોર્સ વધુ સાર્થક અને મદદરૂપ બનશે, આવો તેના વિશે જાણીએ…
Class Bazar એ ઓનલાઈન કોર્સની એક સૂચિ તૈયાર કરી છે, જેનાથી તમને તમારાં વ્યવસાય કે દુકાનને ઓનલાઈન સેટઅપ કરવામાં મદદ મળશે. એ પછી સેવા કે સામગ્રી વિતરણનું કાર્ય હોય કે માહિતી આપવાનું કાર્ય બંને ઉત્તમ રીતે થઈ શકે છે. આ ઉપરાંત તમે તમારી વેબસાઈટ લોન્ચ કરીને તમારી રીતે નવો કોર્સ રચી શકશો.
01. વીડિયો માર્કેટિંગ:
Udemy પર આપવામાં આવેલી આ વિશિષ્ટ સુવિધાથી દુનિયાભરના ગ્રાહકો સુધી વિડીયોના માધ્યમથી પહોંચી શકાશે. આ ઉપરાંત તમે દુનિયા સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને પેરિસ્કોપ વિશે વધુને વધુ શીખી શકશો. જો તમે વ્યવસાયે શિક્ષક હો અને તમે તમારું કન્ટેન્ટ ઓનલાઈન મુકવાનું વિચારી રહ્યાં છો, તો તમારા માટે આ એક ઉત્તમ માધ્યમ બની રહેશે. આ ઉપરાંત તમે આ કોર્સને પૂર્ણ કરી સર્ટિફિકેટ પણ મેળવી શકશો જેનાથી તમે વધુને વધુ પ્રોગ્રેસ કરી શકશો. Visit – https://www.classbazaar.com/coursedetails/Udemy/5e350fca3039aad278e522a9
02. ઓનલાઈન બિઝનેસની શરૂઆત કેમ કરવી?
એક સફળ ઉદ્યમી એવાં જ્હોન વેસ્ટબૃકએ પોતાના 12+ વર્ષોના અનુભવોના આધારે તૈયાર કરેલ આ કોર્સ, તમને એક સફળ ઓનલાઈન વ્યવસાય સેટઅપ કરવામાં મદદરૂપ થવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે. આ કોર્સની અંદર 18 જેટલા મોડ્યુલ મુકવામાં આવ્યા છે, જેનાથી તમે બિઝનેસ વધુ સુદ્રઢ બનાવી શકશો. આ ઓનલાઈન કોર્સ મહેનતુ લોકો માટે વાસ્તવિક પરિણામ આપનાર સાબિત થશે અને વિશેષરૂપથી તે શરૂઆતી અને બિનઅનુભવી લોકો માટે સહેલાઇ રહે તેવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે. Visit – https://www.classbazaar.com/coursedetails/Udemy/5e3504f23039aad278e3ea16
03. ડીઝીટલ બોડી લેન્ગવેજ:
કદાચ તમને નહીં ખબર હોય, પરંતુ ડીઝીટલ યુગમાં કોઈને મળ્યા પહેલા કેટલીય વખત તમારી પહેલી ઇમ્પ્રેશન પડતી હોય છે! એટલા માટે કોઈ તમારું કન્ટેન્ટ જુએ કે તેના વિશે જાણે એ પહેલાં તેમનું ધ્યાન તમારે અશાબ્દિક સંકેતો અથવા તમારી ડીઝીટલ બોડી લેન્ગવેજથી પકડવું પડશે. આ કોર્સ તમને તમારી ડીઝીટલ બોડી લેન્ગવેજ નિર્માણ કરવામાં મદદરૂપ થશે. એથીજ અત્યાર સુધીમાં આશરે 18,765 વિદ્યાર્થીઓએ પોતાનું નામ રજીસ્ટર્ડ કરી દીધું છે. આ એક ફ્રી કોર્સ છે, જે રિયલ લાઈફ કેસ સ્ટડી સાથે ઉપલબ્ધ છે. આ ઉપરાંત તેમાં તમને પેઈડ સર્ટિફિકેટ મેળવવાનો વિકલ્પ પણ મળે છે. Visit- https://www.classbazaar.com/coursedetails/Udemy/5e3508673039aad278e45140
04. વેબ ડેવલોપમેન્ટની માહિતી:
Raspberry Pi Foundation દ્વારા તૈયાર થયેલ આ કોર્સમાં તમે સૌપ્રથમ HTMLનો ઉપયોગ કરી વેબસાઈટ બનાવશો, તેને CSS વડે સ્ટાઇલ કરો અને પછી Java Scriptની મદદથી તેને વધુ આકર્ષક બનાવશો. આ કોર્સ શિક્ષકો માટે પાઠ વિતરિત કરવા બનાવાયો છે, પરંતુ જેઓ વેબસાઈટ શરૂ કરવા અને HTML અને Java Scriptનો ઉપયોગ શરૂ કરવા માંગતા નવા પ્રોગ્રામરો માટે છે. જો તમે આ કોર્સ સાથે જોડાવા ઇચ્છતા હોય તો, 5 અઠવાડિયા સુધી તમને આ કોર્સની શિક્ષણ સામગ્રી ફ્રીમાં આપવામાં આવશે. Visit – https://www.classbazaar.com/coursedetails/edX/002fcc00-5258-4760-ae83-8e8f1280e3bd
વધુ જાણવા માટે નીચે આપેલી વેબસાઇટ પરથી Class Bazarની મુલાકાત લો… https://www.classbazaar.com/
Also Read : કોરોનાની મહામારી વચ્ચે આપણે સૌ ઘરે બેસીને જ લડાઈ લડી રહ્યાં છીએ, ત્યારે કંટાળો અનુભવાતો હશે એ તો સ્વાભાવિક છે! કેટલાય લોકો આ કંટાળાથી દૂર રહેવા અવનવી પ્રવૃત્તિઓ સાથે જોડાઈ ગયા હશે! ત્યારે આપણને મળેલા.
Also Read : Junagadh 311 App