Ichchha Jay Rangoliya

    ચોમાસાની ચા જ્યારે અધરે ચડે,
    દરેક ચુસ્કી એ નશો ચડે,
    માટીની સુગંધ અને ચા જ્યારે મળે,
    નશામાં બસ પ્રેમનો ભાવ મળે.

    ————–X——————-

    વાદળ ગરજતા જ ગીરનાર ભીંજાય જાય,
    વરસાદ વરસતા જ હરિયાળી છવાય જાય,
    જૂનાગઢનું હૃદય, જ્યાં હિમાલય પણ હારી જાય,
    ચોમાસામાં અમારું ભવનાથ એવું ખીલી જાય.