Popular Actresses : માતા બની ગયા પછી આ અભિનેત્રીઓ, થઈ ગઈ છે પડદા પરથી ગાયબ! આપની ફેવરિટ પણ છે તેમાં સામેલ…

Popular Actresses

Popular Actresses : ટીવી સિરિયલોમાં જોવા મળતી અભિનેત્રીઓ ફિલ્મની હિરોઈનોને માટ આપી રહી છે. એમની અદા અને કામ કોઈ ફિલ્મસ્ટારથી કમ નથી. બૉલીવુડની ઘણી એવી અભિનેત્રીઓ છે, જેમણે લગ્ન બાદ પોતાના કરિયરને ગુડ બાય કહી દીધું છે! એવીજ રીતે નાના પડદાની લોકપ્રિય અભિનેત્રીઓએ લગ્ન કરી અને માં બન્યા બાદ ટીવીની દુનિયાથી દૂર થઈ ગઈ છે. આજે વાત કરીશું કઇંક એવી જ ટીવી અભિનેત્રીઓ વિશે.

  1. દિશા વાકાણી:

“હે માં!!! માતાજી!!” ફેમ દિશા વાકાણીને કોણ નથી ઓળખતું! ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભીના પાત્રથી લોકોના દિલમાં વસી જનાર દિશાએ પોતાના અલગ જ અંદાજ થી લોકપ્રિયતા મેળવી છે. દિશાએ 2015માં લગ્ન કર્યા હતા અને ગત વર્ષે ડિસેમ્બરમાં એક પુત્રીની માતા બની હતી. દિશા હજુ સુધી પણ શોમાં જોવા મળી નથી. તેમના કમબેકને લઈને ઘણીખરી અટકળો થતી રહે છે. એક માહિતી મુજબ દિશાએ આ શો છોડી દીધો છે. દિશા પોતાનો બધો જ સમય પોતાની પુત્રીના ઉછેરમાં પસાર કરી રહી છે. દિશા છેલ્લા ઘણાં સમયથી ટીવીથી દૂર છે.

  1. દિપીકા સિંઘ:

સ્ટાર પ્લસની લાડલી વહુ સંધ્યા એટલે કે દિપીકા સિંહ કે જે ‘દિયા ઓર બાતી’ થી ઘર ઘરમાં જાણીતી બની ગઈ છે. આ સિરિયલ માટે તેને ઘણા બધા એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે. દિપીકાએ આ સિરિયલના નિર્દેશક રોહિત ગોયલ સાથે લગ્ન કરી લીધા. 2017માં દીપિકાએ પુત્રને જન્મ આપ્યો અને હાલમાં દિપીકા ટેલીવિઝનથી દૂર માતૃત્વને એન્જોય કરી રહી છે.

  1. રોશની ચોપરા:

ટેલેવીઝનમાં ઘણા બધા શોમાં એક્ટિંગ અને હોસ્ટિંગ કરનાર રોશની ચોપરાએ પણ પોતાની એકટિંગથી લોકોના દિલ જીતી લીધા હતા. રોશનીએ કોમેડી શોમાં પણ કામ કર્યું હતું. ગત વર્ષે રોશનીએ પુત્રને જન્મ આપ્યો,અને ત્યારબાદ ટીવી જગતથી તેણે અંતર બનાવી લીધું છે.

  1. પરિધિ શર્મા:

ઝી ટીવી પર પ્રસારિત થતાં લોકપ્રિય શો ‘જોધા અકબર’માં જોધાનું પાત્ર નિભાવનાર ખૂબસૂરત પરિધિને આ સિરિયલથી એક અલગ જ ઓળખ અને સફળતા મળી. વર્ષ 2017માં પુત્રને જન્મ આપનાર પરિધિએ પણ ટીવી જગત થી દૂરી બનાવી લીધી હતી. ઘણી બધી ઓફર્સ મળવા છતાં તેણે કામ કરવાની ના પાડી દીધી હતી. એમના ફેન્સ માટે સારા સમાચાર એ છે કે પરિધિ સોની ટીવી પર આવનાર શો ‘પટિયાલા બેબ્સ’થી કમબેક કરી રહી છે.

Author: Urvashi Deshani #TeamAapduJunagadh

Also Read : ચોમાસા પહેલા જીલ્લાના જળાશયોમાં થઈ રહી છે આ કામગીરી