Uncategorized

શ્રી પ્રેમાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એક રોબોકાર તૈયાર કરવામાં આવી

તાજેતરમાં દિલ્હી ખાતે એક ઇન્ટરનેશનલ ટેકનોક્ષીયન રોબો ચેમ્પિયનશિપ યોજાઈ હતી. તેમાં શ્રી પ્રેમાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓની એક ટીમે પાર્ટિશીપેટ કરેલું હતું. આમાં વિદ્યાર્થીઓએ એક રોબોટ બનાવવાનો હોય છે તથા તેનું પ્રેઝન્ટેશન આ ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં આપવાનું હોય છે. શ્રી પ્રેમાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એક રોબોકાર તૈયાર કરવામાં આવી હતી. અને દિલ્હી ખાતે યોજાયેલ આ વર્લ્ડસ બિગેસ્ટ રોબોટિક્સ ચેમ્પિયનશીપમાં રોબો ટ્રેક ફાઈન્ડર માં રજૂ કરવામાં આવી હતી. તેઓનું પ્રેઝન્ટેશન ખૂબ સરસ રહ્યું હતું. ટીમના સભ્યો માધવરાય, કૃતિક, દીપ અને અલ્પેશભાઈ ને સ્કૂલના સ્થાપક પૂજ્ય શ્રી મુક્તાનંદજી બાપુ તથા શ્રી ગિજુભાઈ ભરાડ અને ડાયરેક્ટર ડૉ. માતંગભાઈ પુરોહિત દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિદ્યાર્થીઓ તથા તેના પેરેન્ટસ આ પ્રકારના રીઅલ ઇન્ટરનેશનલ એક્સપોઝરને કારણે શ્રી પ્રેમાનંદ સ્કૂલના કાર્યથી ખૂબ ઉત્સાહી થયા છે. અને સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ પણ ટેકનોક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત થયા છે. - ડૉ. માતંગ પુરોહિત, ડાયરેકટર, શ્રી પ્રેમાનંદ સ્કૂલ, જૂનાગઢ.

Leave A Reply

Your email address will not be published.