આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે શ્રી પ્રેમાનંદ વિદ્યા ધામ ખાતે યોગ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
પૂજય શ્રી મુક્તાનંદબાપૂ તથા શ્રી ગીજુભાઈ ભરાડ સંચાલિત આ સ્કુલના લગભગ 1500 થી વધારે વિધ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓએ મળી જુદા જુદા યોગાસનો કર્યા હતા.
સંસ્થાના ડાયરેકટર ડૉ. માતંગભાઈ પુરોહિતના જણાવ્યા અનુસાર સ્કૂલની બે વિદ્યાર્થીનીઓ વિશાખાબેન અને કાંચીબેન દિલ્હી સુધી યોગની નેશનલ રમેલી છે જેમણે આ તકે નિદર્શન કરેલ હતું.