સોરઠ પબ્લિક સ્કૂલ "ખેલ મહાકુંભ 2022"માં જૂનાગઢ જિલ્લા કક્ષાએ ઉત્તમ પ્રદર્શન કરનાર ખેલાડીઓને અભિનંદન પાઠવે છે. આગામી સમયમાં તેઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ઝળકે તેવી શુભેચ્છાઓ.
Post Views:490
સોરઠ પબ્લિક સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતાં ક્રિષ જગદીશભાઈ ફળદુએ ખેલ મહાકુંભ 2022 અંતર્ગત જૂનાગઢ જિલ્લા કક્ષાએ આયોજિત ગોળાફેંક હરીફાઈમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.સોરઠ પબ્લિક સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતાં તનિષ રાજેશભાઈ ત્રાંબડીયા એ ખેલ મહાકુંભ 2022 અંતર્ગત જૂનાગઢ જિલ્લા કક્ષાએ આયોજિત 1500 મીટર દોડમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.સોરઠ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતાં યુગ નરસાણાંએ ખેલ મહાકુંભ 2022 અંતર્ગત જૂનાગઢ જિલ્લા કક્ષાએ અંડર 17 ટેબલ ટેનિસ સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.