કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામ ને ગત શુક્રવારે 6 PSBs (પબ્લીક સેક્ટર બેન્કો) બેન્કોને ધ્યાનમાં રાખી, એક અગત્યનો નિર્ણય લીધો છે. આ સાથે જ તેમણે જે તે બેન્ક અન્ય કઈ બેન્ક સાથે જોડાશે તે પણ ઘોષિત કર્યું છે. આવો જાણીએ શું છે આ મેગા બેન્ક મર્જર ડ્રાઈવ, સમગ્ર અહેવાલ દ્વારા.
ઓરિએંટલ બેન્ક ઓફ કોમર્સ(OBC) અને યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા(UBI) ને પંજાબ નેશનલ બેન્ક(PNB) માં મર્જ કરવામાં આવ્યા છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પછી પીએનબી હવે બીજી સૌથી મોટી પીએસયુ બેન્ક હશે. સિન્ડિકેટ બેન્કને કેનરા બેંકમાં મર્જ કરવામાં આવી છે, જ્યારે આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કને યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા સાથે જોડવામાં આવી છે. આ ઉપરાંત, અલ્હાબાદ બેન્કને ઇંડિયન બેન્ક સાથે મર્જ કરવામાં આવશે. આ સાથે જ તે ભારતની સાતમી સૌથી મોટી સરકારી બેન્ક બનશે.
બેન્કોને જોડવાની આ ઘોષણા સાથે, પીએસયુ બેન્કોની કુલ સંખ્યા ઘટીને 12 થશે. જ્યારે 2017 પહેલા, સરકાર દ્વારા બેન્ક-મર્જરની યોજના ઘડવામાં આવી હતી, ત્યારે ભારતમાં જાહેર ક્ષેત્રની બેન્કોની સંખ્યા 27 હતી. હવે પ્રશ્ન એ થાય એ બેન્કોને મર્જ કરવાની શી જરૂર, રાઇટ? તો આવો જોઈએ મેગા બેન્ક મર્જરનું મહત્વ.
- શા માટે બેન્કો મર્જ કરવામાં આવી?
મેગા બેન્ક મર્જર પાછળનું મહત્વ પૂછતા, નિર્મલા સિતારામન જણાવે છે કે,“આ નિર્ણય જે તે બેન્કોને વૈશ્વિક કદનો દરજ્જો અપાવવા લેવામાં આવ્યો છે.” વધુમાં તેઓ જણાવે છે કે,“આ મર્જરથી આ બેન્કોની મજબૂત રાષ્ટ્રીય ઉપસ્થિતિ અને વૈશ્વિક પહોંચને પણ મજબૂત બનાવવામાં મદદ મળશે.”
અગાઉ આ જ વર્ષે એક એપ્રિલના રોજ, મોદી સરકાર દ્વારા દેના બેન્ક અને વિજયા બેન્કને બેન્ક ઓફ બરોડા(BOB) સાથે મર્જ કરવામાં આવી હતી. આ પહેલા, સરકારે સ્ટેટ ઓફ ઈન્ડિયા સહયોગી પાંચ બેન્કો અને ભારતીય મહિલા બેન્કને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે મર્જ કરી હતી. સ્ટેટ બેન્ક સહયોગી આ પાંચ બેન્કોમાં સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા, સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર અને જયપુર, સ્ટેટ બેન્ક ઓફ મૈસોર, સ્ટેટ બેન્ક ઓફ ત્રાવાંકોર અને સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદનો સમાવેશ થયો હતો.
પ્રેસ કોન્ફરન્સમાં, નિર્મલા સિતારામને એમ પણ કહ્યું હતું કે જાહેર ક્ષેત્રની બેન્કોની નફામાં સુધારો થયો છે.
- બેન્ક મર્જરના ફાયદાઓ:
– મર્જરથી બેન્કિંગની કામગીરીનો ખર્ચ ઓછો થશે.
– મોટી જાહેર ક્ષેત્રની બેંકોના મર્જરથી અને તેમની કુશળતાનો લાભ લેવાથી નાણાકીય સમાવેશ તેમજ બેંકની ભૌગોલિક પહોંચને વિસ્તૃત કરવાના ઉદ્દેશો વધુ સારી રીતે પ્રાપ્ત કરી શકાય છે.
– વૈશ્વિક બજારમાં, ભારતીય બેંકો વધુ માન્યતા અને ઉચ્ચ રેટિંગ મેળવશે.
– વૈશ્વિક ધોરણોને સુધારવામાં બેન્ક મર્જર મદદરૂપ થશે.
– હોમ બ્રાન્ચ, મર્જ કરેલ એંટાઇટીના નિર્ણયના આધારે હવે તમારા ઘરથી નજીક/દૂર નવી એક બેન્ક શાખા હોય શકે છે.
– આ ઉપરાંત, બેન્કિંગ ક્ષેત્રે નોકરીની તકો પણ વધશે.
તો, આ હતા મેગા બેન્ક મર્જરના અગત્યના પાસાઓ…
Author: Morvee Raval #TeamAapduJunagadh
Also Read : જુનાગઢ માં જિલ્લા કક્ષાનો કલામહાકુંભનો પ્રારંભ કરાયો હતો