આવી રહ્યો છે; જન્માષ્ટમીનો તહેવાર દરેક બાળક લાગશે, 'બાલ ગોપાલ'

જન્માષ્ટમીના શુભ અવસરે Aapdu Junagadh & Lasha Baby Shop લઈને આવ્યા છે;

Krishna Theme Based Baby Photo Contest (Season-6)

Top-3 વિજેતાને Lasha Baby Shop તરફથી મળશે સ્પે.સરપ્રાઈઝ..

કેવી રીતે ભાગ લઈ શકાશે?

01. આ કોન્ટેસ્ટમાં ભાગ લેવા ઇચ્છતા બાળકની ઉંમર 0 થી 5 વર્ષ હોવી જરૂરી છે. (ભાગ લેનાર બાળકનો જન્મ 29 ઓગસ્ટ, 2021 પછી થયો હોવો જોઈએ.)

02. જેમાં બાળકને ભગવાન શ્રીકૃષ્ણને અનુરૂપ પોશાક પહેરાવી, સુંદર રીતે તૈયાર કરી, આપની અનુકૂળતા મુજબ જન્માષ્ટમીને લઈને તૈયાર કરેલ થીમ સાથે તેના ફોટોગ્રાફ ક્લિક કરીને અમને Aapdu Junagadh ની વેબસાઇટ પર મોકલી આપવાના રહેશે. (વેબસાઇટ લિન્ક કેપ્શન/Bio માં આપેલ છે.)

03. બાળકના ફોટો સાથે બાળકનું નામ, જન્મતારીખ, માતપિતાનું નામ, મોબાઈલ નંબર, શહેરનું નામ જેવી વિગતો ફરજિયાત દાખલ કરવાની રહેશે. (તમામ વિગતો અંગ્રેજીમાં લખવી.)

04. આ કોન્ટેસ્ટમાં તમે બાળકના જૂના ફોટોઝ પણ મોકલી શકશો, પરંતુ આ કોન્ટેસ્ટની પાછળની કોઈપણ સિઝનમાં ભાગ લેનાર બાળકના જે ફોટોઝ એન્ટ્રી સ્વરૂપે અગાઉ મોકલ્યા હતા, તે ફોટોઝ ફરીથી મોકલવામાં આવશે તો તે એન્ટ્રી રદ્દ કરવામાં આવશે.

05. આ કોન્ટેસ્ટમાં માત્ર જૂનાગઢના જ બાળકો ભાગ લઈ શકશે અને એક મોબાઈલ નંબર પરથી એકજ એન્ટ્રી (એકજ ફોટો) મોકલી શકાશે.

06. ગત સિઝનમાં Top-10 માં આવેલા બાળકો આ સિઝનમાં ભાગ નહીં લઈ શકે.

પસંદગી કેવી રીતે થશે?

01. અમને મળેલ કુલ એન્ટ્રીઝમાંથી બેસ્ટ-50 એન્ટ્રીઝને સિલેક્ટ કરી, તેને નામ સાથે Aapdu Junagadh પર Feature કરવામાં આવશે.

02. આ બેસ્ટ-50 એન્ટ્રીઝમાંથી Top-10 એન્ટ્રીઝ સિલેક્ટ કરવા માટે ઇન્સ્ટાગ્રામમાં કુલ Comments અને ફેસબુકમાં કુલ Likes ની ગણતરી ધ્યાને લેવાશે. (જે અંતર્ગત વ્યક્તિદીઠ એકજ Comment કે Likes માન્ય ગણાશે.) (1 Like/ 1 Comment = 1 Point)

03. તમામ વિગતો અંગ્રેજીમાં લખવી,બાકી એન્ટ્રી રદ કરવામાં આવશે.

04.Top-10 એન્ટ્રીઝ ની પસંદગી થયા બાદ વેબસાઇટ વોટિંગ દ્વારા Top-3 નક્કી કરવામાં આવશે.

05.જેમાં સૌથી વધુ Public Vote મેળવનાર બાળકને ક્રમાનુસાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપીને વિજેતા જાહેર કરવામાં આવશે.

06. આ કોન્ટેસ્ટમાં જન્માષ્ટમીને અનુલક્ષીને બાળકનો પહેરવેશ અને તૈયાર કરેલી ક્રિએટિવ થિમને કેન્દ્રમાં રાખીને વોટિંગ કરવાનું રહેશે.

એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ:
31 ઓગસ્ટ, 2026 (સાંજે 05 વાગ્યા સુધી)

બાળકના ફોટો સાથે બાળકનું નામ, જન્મતારીખ, માતાપિતાનું નામ, મોબાઈલ નંબર, શહેરનું નામ જેવી વિગતો ફરજિયાત દાખલ કરવાની રહેશે.

નામ અટક સાથે અંગ્રેજીમાં લખવું
ભાગ લેનાર બાળકનો જન્મ 29 ઓગસ્ટ, 2021 પછી થયો હોવો જોઈએ.
ભગવાન શ્રીકૃષ્ણને અનુરૂપ તૈયાર થયેલ બાળકનો ફોટો અહીં અપલોડ કરો. JPG, JPEG અથવા PNG ફોર્મેટનો ફોટો અપલોડ કરો. ફોટાની સાઇઝ 20 MBથી વધુ હોવી જોઈએ નહીં.

એન્ટ્રી મોકલવામાં કોઈ ક્ષતિ જણાય તો સંપર્ક કરો

+91 95108 12000