AJ Market: ધંધાની ડિજિટલ દુનિયા
શું છે AJ Market?
AJ Market એ એક નિઃશુલ્ક બિઝનેસ પોર્ટલ છે; જે આપના વ્યવસાય-ધંધાને ડીઝીટલ પ્લેટફોર્મ પૂરું પાડશે."પ્રવર્તમાન સમયમાં જો તમારો વ્યવસાય ઈન્ટરનેટ પર નથી, તો તેનું અસ્તિત્વ જ નથી!"
મોબાઈલ અને ઈન્ટરનેટના આવવાથી દુનિયા ડિજિટલ બની છે, ત્યારે જરૂરી છે કે આપણાં ધંધા-રોજગાર, વ્યવસાય પણ ડીઝીટલ બને! ત્યારે સોશિયલ મીડિયા ક્ષેત્રે કાર્યરત Aapdu Junagadh, જૂનાગઢના સ્થાનિક ધંધાર્થીઓ અને વ્યવસાયકારોના ધંધા-વ્યવસાયને ડીઝીટલ પ્લેટફોર્મ મળી રહે અને તેનો વ્યાપ વધે એ માટે AJ Market ની પહેલ કરવામાં આવી છે.
વ્યવસાયકારો કે ધંધાર્થીઓને શું ફાયદો થશે?
- વ્યવસાયકાર કે ધંધાર્થીઓના વ્યાપાર-ધંધાને વિસ્તૃત ડીઝીટલ પ્લેટફોર્મ મળશે.
- જેનાથી એક ડીઝીટલ વેબ ડિક્શનરી બને છે, જેમાં જૂનાગઢના તમામ વ્યવસાય-વ્યાપાર-ધંધાને આવરી લેવાનો પ્રયત્ન થાય છે.
- આપના બિઝનેસની પ્રોફાઈલ વેબસાઈટ બનશે, જેમાં આપના બિઝનેસને લગતી અનેક માહિતી ઉમેરવામાં આવશે.
- જેનાથી ગ્રાહકો કોઈપણ જગ્યાએથી આપના બિઝનેસ અંગેની સંપૂર્ણ માહિતી મેળવી શકશે.
- તમે ઇચ્છો ત્યારે, તમારાં ગ્રાહકોને વિઝીટિંગ વેબસાઈટ મોકલી શકશો, જેનાથી આપના વ્યવસાયની ગ્રાહકના મનમાં એક સકારાત્મક છાપ ઉભી થશે.
- આપનો વ્યવસાય ધંધો જૂનાગઢમાં હોવા છતાં, તમે અન્ય પ્રદેશના ગ્રાહકો સાથે સંબંધો બનાવી શકશો.
ગ્રાહકોને શું ફાયદો થશે?
- ગ્રાહકો કોઈપણ જગ્યાએથી ઈન્ટરનેટની મદદ લઈને જોઈતી વસ્તુઓના વિક્રેતા વિશે માહિતી મેળવી શકશે.
- આ માહિતીમાં; વિક્રેતાને ત્યાંથી મળતી વસ્તુઓ કે સેવા, સમય, ઓફર્સ, ભાવ પત્રક વગેરે જેવી વિગતવાર માહિતી જાણી શકશે.
- આ ઉપરાંત કોઈપણ વસ્તુ કે સેવા ખરીદતા પહેલા અન્ય ગ્રાહકોના પ્રતિભાવો જાણી શકશે.
- ડીઝીટલ મેપની મદદથી ગ્રાહકો પોતાના નજીકના કે જેની શોધમાં છે તે વિક્રેતાનું સરનામું કે લોકેશન જાણી શકશે.
- જૂનાગઢ અને તેની આજુબાજુના વિસ્તારોમાં કાર્યરત થયેલ નવાં એકમો વિશે જાણી શકશે.
- ગ્રાહકો એકજ માધ્યમથી ઘણુંબધું જાણી શકશે.
- AJ Market તરફથી મળતી આ સુવિધા એકદમ નિઃશુલ્ક રહેશે.
- ગ્રાહકોના વેપારીઓ સાથે સુમેળભર્યા સંબંધ સ્થાપવા AJ Market એક સેતુ સ્વરૂપ બનશે
REGISTER YOUR BUSINESS
Free listing for Your Business
List your business for free with Junagadh's leading Local Search Engine