Science and Nature Camp

આ વેકેશનને જ્ઞાન સાથે ગમ્મ્તભર્યું બનવવા માટે ” આપણું જૂનાગઢ ” અને “સાયન્સ મ્યુઝિયમ” દ્વારા એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યા હતો.જેમાં પ્રકૃતિ અને વિજ્ઞાનનો સમન્વય “સાયન્સ એન્ડ નેચર કેમ્પ” માં કરવામાં આવ્યો.

કુદરતના સૌંદર્યને માણવા ટ્રેકિંગ અને સાયન્સ મ્યુઝિયમના વિશાળ પરિસરના 50થી વધુ છોડ – વૃક્ષનો જીવંત પરિચય કરાવવામાં આવ્યો.

તો ઇનોવેશનને કાર્યમંત્ર બનવનાર નિકુંજભાઈ અને તેની ટીમે રોબોટસ નો ડેમો. બતાવી બાળકોને રોમાંચિત કરી દીધા. બ્રહ્માંડ વિશે અવનવું જાણવાં તારામંડળની મુલાકાત અને સાયન્સના પ્રયોગો તો ખરા જ.બહારની જર્ની સાથે આંતરયાત્રા માટે પર્સનાલીટી ડેવલપમેન્ટના સેશન થયા અને 3ડી મુવી કે ડ્રોન-શૂટ ડોક્યુમનેટરી પણ નિહાળીને સમાપન થયું ત્યારે દરેકને એમ થતું હતું કે હજુ આ કેમ્પ થોડો લાંબો ચાલે તો કેવું સારું.