ભૂલા પડેલ વૃદ્ધાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતુ “સખી વન સ્ટોપ સેન્ટર, જૂનાગઢ”

હાલ સમગ્ર દેશ-દુનિયામાં કોરોના વોરિયર્સનું બહુમાન કરવામાં આવી રહયું છે, ત્યારે અહીં આવા જ બીજા વોરિયર્સનું સન્માનમાં એક વાત કરવી છે. જેમની કામગીરી પણ અનેક લોકોના જીવ બચાવે છે તે ઘણા ઘરને તૂટતા બચાવે છે, તો ચાલો અહીં ચર્ચા કરીએ, “સખી વન સ્ટોપ સેન્ટર”માં કામ કરતા વોરિયર્સ દ્વારા હાલમાં જ હાથ ધરાયેલ સફળ મિશનની.

ઘરેલુ હિંસાની 10 પિડિતાઓને આશ્રય ...

સરકારના મહિલા અને બાળ વિકાસ પુરસ્કૃત “સખી વન સ્ટોપ સેન્ટર, જૂનાગઢ”ના કર્મચારીઓ લોકોની સેવામાં 24 કલાક કાર્યરત હોય છે, ત્યારે સખી વન સ્ટોપ સેન્ટરમાં તા.1ઓમી જુલાઈ, 2020ના રોજ 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા એક 80 વર્ષના વૃધ્ધાને લાવવામાં આવ્યા, આ વૃધ્ધાનો પરિવાર રાજકોટ મુકામે રહે છે.

80 વર્ષના આ વૃદ્ધા પણ રાજકોટ જ રહેતા હતા. રાજકોટથી તેઓ કોઇને કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ અને જૂનાગઢ આવેલા. અહીં આવીને તેઓ મજેવડી ખાતે કોઈ જગ્યાએ બેઠા હતા, ત્યારે લોકોને તે ધ્યાને આવતા લોકોએ 181માં ફોન કરતા 181ની ટીમ વૃદ્ધાને સખી વન સ્ટોપ સેન્ટર લવાયા અને અહીં તેમને આશ્રય આપવામાં આવ્યો.

હવે ચિંતાની વાત એ હતી કે, આ 80 વર્ષના વૃદ્ધા પાસે પોતાના ઘરનુ પુરૂ સરનામુ કે ફોન નંબર પણ ન હતા. બે દિવસ સેન્ટરના કર્મચારીઓ દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા અને તેમના પરિવારનો યેનકેન પ્રકારે સંપર્ક કરવામાં આવ્યો. ત્યારબાદ તા.14મી જુલાઈ, 2020ના રોજ વૃદ્ધાના દીકરાને સખી વન સ્ટોપ સેન્ટર, જૂનાગઢ ખાતે રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા. બાદમાં સખી વન સ્ટોપના સ્ટાફ દ્વારા મા-દીકરા બન્નેનું કાઉન્સિલીંગ કરવામાં આવેલ. તેમજ આ 80 વર્ષીય વૃદ્ધાને પણ શાંતિથી રહેવા જણાવેલ અને કોઇને કહ્યા વગર ઘરેથી ક્યારેય નીકળવું નહી તેવું સમજાવવામાં આવ્યું.

આણંદના સખી વનસ્ટોપ સેન્ટર (OSC) દ્વારા ...

પરિવાર સાથે મિલન થતા વૃદ્ધા તેમના દીકરા સાથે રાજીખુશીથી અને સમજાવટથી પોતાના ઘરે પરત ગયા હતા. જે બાદ સખી વન સ્ટોપના સ્ટાફના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આમ, સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા સાબિત કરવામાં આવ્યું કે, ઈશ્વર કોઈને કોઈ સ્વરૂપે આવીને જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા હોય છે. સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા સમયાંતરે આવા સરાહનીય કર્યો થતા જ રહે છે.