સોરઠના સંતોનો સંગ થતાં જ, એક પશુ પણ પીર થઈને પૂજાય છે! જાણો પાડાપીરની અલૌકિક ગાથા…

જૂનાગઢ થી 37 કિલોમીટર દૂર સતાધાર ધામ આવેલું છે. સતાધાર એટલે આપાગીગાનો ઓટલો. સતાધારનીજગ્યામાં ઘણા સંતો થઈ ગયા છે કે, જેણે માનવ સેવા, ગૌ સેવા, અન્નદાન, સદાવ્રત જેવા સેવાકીય કાર્યોવર્ષોથી સોરઠ ધરા માટે કર્યા છેઅને શ્રદ્ધાળુઓ માટે ઘણા પરચા પણ પૂરેલા છે. આજે વાત એ સતાધારધામમાં થઈ ગયેલા એક એવા પશુની કરવાની છે કે, જે ચમત્કારીક પાડા પીર તરીકે ઓળખાય છે.

એક લોકકથા પ્રમાણે, ભાવનગર પંથકમાં સોરઠીયા આહીર રામ, તેના મોટાભાઈ મૂળું આહિર અને તેમનાભાભી સોનબાઈ સાથે રહેતા હતા. અચાનક મોટાભાઈ મૂળું આહીરનું અવસાન થતાં, આહિર સમાજે બંનેનીનાની ઉંમરેને લીધે સોનબાઇનું દેરવટુ રામ આહિર સાથે કરવાનું નક્કી કર્યું, પણ રામ આહિરને આ વ્યાજબીન લાગતા તે તેમનું ઘર અને જન્મભૂમિનો ત્યાગ કરી એક સમર્પણની ભાવના સાથે થોડીક ભેંસો લઈને ગાંડીગીરબાજુ એટલે કે આંબાજળ નદીના કાંઠે જ્યાં સતાધાર ધામ આવેલું છે ત્યાં પહોંચી જાય છે અને ત્યારે ત્યાં વસતાશામજી બાપુને વિનંતી કરે છે કે,મને અહીં આશરો આપો હું મારી ભેંસો સાથે અહીં રહીશ અને આ ધામની સેવાકરીશ.

રામ આહીર પાસે રહેલી ભેંસોમાંથી એક ભેંસ એ ભોજપુરી ભેંસ, રોજે એનું પહેલું દુધ સતાધાર ધામમાં ચડે. એનીકૂખે એક પાડાનો જન્મ થયો એ પાડો એ બીજા સામાન્ય પાડાથી ઘણો અલગ હતો ક્યાંય ન જોયો હોય એવોપાડો. જાણે કે ગીરનો સાવજ પાડા તરીકે અવતરેલો હોય એવો કદાવર દેહ એનો, વિશાળલલાટ અને એની અદ્દભૂત દેહ રચનામાં વધારો કરતાં મોટાં મોટાં એના શિંગળા.

એક દિવસ બન્યું એવુ કે સાવરકુંડલાના નેસડી ગામના લોકો પોતાની ભેંસની ઓલાદ સુધારવા માટે સારા પાડાનીખોજમાં હતા, તેમને જાણવા મળ્યું કે સતાધારમાં એક કદાવર અને તાકાતવાર એવો પાડો છે. એ લોકો સતાધારપહોંચી ગયા અને શામજી બાપુ પાસે પાડાની માંગણી કરે છે. શામજી બાપુ કહે છે કે, કયો પાડો ? એ પાડો નથી, એ તો અમારો દીકરો છે અને દીકરો ક્યારેય કોઈને અપાય નહીં,

પણ ગામના લોકોની ખૂબજ આજીજીથી શામજીબાપુ માની ગયા. જ્યારે ગામના લોકોએ કહ્યું કે, અમે પણ એ પાડાને અમારા દિકરાની જેમજ સાચવશું. શામજીબાપુ એ પાડા ને વિદાય આપી અને પાડાની જવાબદારી એ ગામના એક હમીરભાઇ કોળીએ લીધી. થોડાકસમય પછી અચાનક તેમનું અવસાન થયું હવે તો પાડાને સાચવવાવાળુ કોઈ વધ્યું નહીં, તેથી એ ગામના એકવ્યક્તિએ પાડાને સાવરકુંડલામાં કોઈ એક વ્યક્તિને 500 રૂપિયામાં વેચી દીધો અને એ વ્યક્તિએ પાડાનેમુંબઈના કતલખાનામાં પાંચ હજાર રૂપિયામાં વેચી દીધો.

જ્યારે એ પાડો મુંબઈના કતલખાને પહોંચે છે, ત્યારે મુંબઈના કતલખાનાનો માલિક ખૂબજ અચરજ પામે છે,કારણકે તેની આખી જિંદગીમાં આવું કોઈ પશુ ક્યારેય જોયું ન હતું. પાડાને બધા પશુઓની સાથે ગમાણમાંરાખવામાં આવે છે અને તેની ઉપર કરવત મુકાય છે. જ્યાં પેલી કરવત મુકાઈ છે અને પાડાથી થોડી દૂર રહે છેત્યાં અચાનક જ એ કરવતના કટકા થઈ જાય છે.

માલિકને એમ કે તે કરવતના મશીનમાં કંઈક ખામી હશે, પછીબીજી કરવત સજાવી, બીજી કરવત જ્યાં મુકાઈ છે તો તેના પણ કટકા થઈ જાય છે, થોડીવાર પછી માલિકે ત્રીજીકરવત મુકાવી પણ આ સમયે તો કરવત એ રીતે કપાણી કે માલિકને પણ ઈજા થઈ પરંતુ પાડાને કંઇ જ નુકશાનન થયું. કતલખાનાનાં બધા માણસો માલિકને હોસ્પિટલ લઈ જાય છે, એ રાત્રે કતલખાના માલિકના દીકરાનાસપનામાં કોઈ એક સંત ઓલિયો પુરુષ આવે છે અને એને કહે છે કે તમારે ત્યાં અમારી જગ્યાનો પાડો છે એને તમેગમે તે રીતે તેને અમારી જગ્યાએ પહોંચાડો. કતલખાનાના માલિકનો દીકરો એના પિતાને વાત કરે છે.

કતલખાનાનો માલિક પાડાને સાવરકુંડલા મોકલી આપે છે. આ વાતની નોંધ એ સમયના છાપાએ પણ લીધી હતીહવે તો સાવરકુંડલામાં એ પાડાનું સ્વાગત થાય છે અને ત્યાંથી સતાધાર લાવવામાં આવે છે.જોતજોતામાં આ ચમત્કારીક પાડાની વાત સમગ્ર સાવરકુંડલા અને સતાધાર પંથકમાં ફેલાઈ જાય છે.

તે દિવસપછી એ ચમત્કારિક પાડો, પાડા પીર તરીકે સતાધારના સંતો સાથે જ પૂજાય છે. શ્રાવણ સુદ બીજ અનેબુધવાર, તારીખ 21-7 -93 ના રોજ સવારે 6:30 વાગ્યે પાડાપીર રામચરણ પામે છે અને કદાચ આ પ્રથમ એવોકિસ્સો હશે કે જ્યારે કોઈ પશુનાં શોકમાં આજુબાજુનો વિસ્તાર સ્વયંભૂ બંધ રહ્યો હોય. આજે પણ પાડાપીરનીપ્રતિમા સતાધાર ધામે આવેલી છે અને શ્રદ્ધાળુઓ તેમની માનતા પણ માને છે અને હાલમાં પણ એ પશુ પાડાપીરતરીકે પૂજાય છે.

કદાચ સોરઠના પાણીમાં અને સોરઠના સંતો ના સહવાસમાં કેટલી તાકાત છે કે અહી પશુઓ પણ પીર થઈને પૂજાયછે.
Author: Kalpit Chandpa(“કસુંબી”) #TeamAapduJunagadh