Nari Samelan program was organized at Junagadh.

ગુજરાત મહિલા આર્થીક વિકાસ નિગમ લી. ગાંધીનગર તથા જુનાગઢ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તા. 26/04/2018 ના રોજ ગિરનાર રોડ, જૂનાગઢ ખાતે “નારી સંમેલન” કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગ અધ્યક્ષા શ્રીમતી લીલાબેન આંકોલીયા, માન. મેયરશ્રી આદ્યાશક્તિબેન મજમુદાર, ધારાસભ્યશ્રી ભીખાભાઇ જોષી , માન. કમિશનર સાહેબશ્રી પ્રકાશ સોલંકી વગેરે જેવાં પદાધિકારીઓ તથા સ્વસહાય જૂથની મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિર અંતર્ગત મહિલાઓને આર્થિક સામાજિક પ્રગતી, કાયદાકીય માહિતી, આરોગ્ય, મહિલા અને બાળ સુરક્ષા તથા મહિલાઓ માટે સરકાર દ્વારા કાર્યરત વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.